આ ટિપ્સ અનુસરવાથી બાથરૂમની ગટરમાંથી વંદા ભાગી જશે


By Vanraj Dabhi12, Oct 2024 01:13 PMgujaratijagran.com

કોકરોચ

ઘણી વખત રસોડા અને બાથરૂમની ગટર જેવી ભેજવાળી જગ્યાએ વંદા જોવા મળતા હોય છે. કોકરોચથી છુટકારો મેળવવાના નુસખા જાણીએ.

વંદો સમસ્યા

ઘણી વખત ઘરોમાં વંદો જીવતા કે મરેલા જોવા મળે છે. જેના કારણે આસપાસમાં ચેપ ફેલાવાનો અને ખાદ્ય પદાર્થોને નુકસાન થવાનો ભય રહે છે.

બાથરૂમની ગટરમાં વંદો

ઘણી વખત કોકરોચ બાથરૂમની ગટરમાં પોતાનું ઘર બનાવે છે. આ કોકરોચ ધીમે ધીમે વધવા લાગે છે અને ઘરના વાતાવરણ માટે સમસ્યા બની જાય છે.

કોકરોચથી છુટકારો

બાથરૂમમાં કે ઘરમાં વંદા આવી જતા હોય, તો તેને દૂર કરવા માટે કેટલીક ટિપ્સ અનુસરો. જેનાથી કોકરોચ બહાર ભાગી જાય છે.

ખાવાનો સોડા

બેકિંગ સોડા વડે કોકરોચથી છુટકારો મેળવી શકાય છે. બાથરૂમની ગટરની આસપાસ ખાવાનો સોડા છાંટવાથી વંદો ભાગી જશે.

સફેદ વિનેગર

વિનેગર અને પાણીને મિક્સ કરી આ દ્રાવણને ગટરમાં નાખવાથી કોકરોચથી છુટકારો મેળવી શાય છે.

ગરમ પાણી

બાથરૂમની ગટરમાં ગરમ ​​પાણી રેડવાથી કોકરોચથી છુટકારો મળે છે.

બોરેક્સ પાવડર

બાથરૂમની ગટરમાં બોરેક્સ પાઉડર નાખવાથી વંદો ઝડપથી મરવા લાગે છે.

રોકવાની રીતો

બાથરૂમમાં ટપકતું પાણી વહેતું અટકાવો. વધુમાં, બાથરૂમમાં તિરાડોને સીલ કરો. આમ કરવાથી કોકરોચ બાથરૂમની અંદર નથી આવી શકતા.

વાંચતા રહો

ઘરમાંથી જંતુઓ દૂર કરવાની ટિપ્સ જાણવા સહિત જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Honey Face Pack: રાત્રે ચહેરા પર મધ લગાવવાના ફાયદા