ગુજરાતી લોકગાયિકા ગીતા રબારી કચ્છી કોયલ તરીકે જાણીતા છે.
ગીતા રબારી મોટાભાગે કચ્છી પોશાકમાં જ જોવા મળે છે.
અવાજની સાથે-સાથે ગીતા રબારીની ફેશન સેન્સ પર અદ્દભૂત છે.
તાજેતરમાં જ ગીતા રબારીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
ગીતા રબારી આ વર્ષે 15 સપ્ટેમ્બરથી 29 ઓક્ટોબર સુધી અમેરિકાની ટૂર પર છે. જ્યાં અમેરિકામાં મોટાભાગના શહેરો, કે જ્યાં ગુજરાતીઓ વસવાટ કરે છે, ત્યાં ગીતા રબારીનો પ્રોગ્રામ છે.
પોતાની અમેરિકાની ટૂર દરમિયાન 15 થી 29 ઓક્ટોબર સુધી ગીતા રબારીનો કોઈ કાર્યક્રમ નથી. જેથી એવું માની શકાય કે, તેઓ નવરાત્રી તો દેશમાં જ મનાવશે.
ગીતા રબારી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો તેમજ કાર્યક્રમની વિગતો શેર કરતાં રહે છે. તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 2.8 મિલિયન ફોલોવર્સ છે.
ગત મહિનાની શરૂઆતમાં જ ગીતા રબારીએ મધ્ય પ્રદેશના છત્તરપુર સ્થિત બાબા બાગેશ્વર ધામની મુલાકાત લીધી હતી. જ્યાં તેમના સુરોથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતુ.
31 ડિસેમ્બર, 1995ના રોજ કચ્છમાં જન્મેલા ગીતા રબારીની 'રોણા શેરમાં' ગીતથી લોકપ્રિયતા વધી ગઈ છે.