ગૌતમ અદાણી અને તેમનો પરિવાર


By 09, Feb 2023 03:27 PMgujaratijagran.com

હિંડનબર્ગ અહેવાલ

અમેરિકાની રિસર્ચ ફર્મ હિંડનબર્ગના અહેવાલ બાદ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના શેરોમાં ભારે ઘટાડો થયેલો. સૌથી સમૃદ્ધ લોકોની યાદીમાં તેઓ 17માં ક્રમાંકે પહોંચી ગયા.

વિશાળ કારોબાર

અદાણી સમગ્ર દેશમાં મોટો કારોબાર ધરાવે છે, આજે તેમના પરિવાર વિશે જાણશું...

ગૌતમ અદાણીના ભાઈ-બહેનો

એક સમય એવો હતો કે જ્યારે ગૌતમ અદાણી તેમના માતા-પિતા અને 6 ભાઈ-બહેન સાથે એક નાના મકાનમાં રહેતા હતા

છ ભાઈ

ગૌતમ અદાણીના ભાઈઓનો નામ મનસુખભાઈ અદાણી, વિનોદ અદાણી, રાજેશ અદાણી, મહાસુખ અદાણી અ

અમદાવાદમાં જન્મ થયેલો

અદાણીનો જન્મ 24 જૂન 1962માં અમદાવાદના એક મધ્યમ વર્ગના પરિવારમાં થયેલો. તેમના પિતા શાંતિલાલ ગુજરાતી જૈન ફેમિલી સાથે જોડાયેલા છે. અમદાવાદમાં તેઓ ટેક્સટાઈલ બિઝનેસ ધરાવતા હતા.

પ્રીતિ અદાણી

ગૌતમ અદાણીના લગ્ન પ્રીતિ સાથે થયા હતા. તેમના પત્ની વ્યવસાયિક રીતે ડેન્ટીસ્ટ છે. તેઓ અદાણી ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પણ છે.

બે સંતાન

ગૌતમ અદાણી અને પ્રીતિ અદાણીને બે બાળકો છે. મોટા દીકરાનું નામ કરણ અને નાના દીકરાનું નામ જીત છે.

મોટા દીકરાનું નામ કરણ

મોટા દીકરા કરણે Purdue Universityમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. કરણના લગ્ન દેશના અગ્રણી કોર્પોરેટ વકીલ સિરિલ શ્રોફના દીકરી પરિધિ સાથે થયેલા છે.

કરણ અદાણી APSEZના CEO

કરણ અદાણી અત્યારે અદાણી પોર્ટ એન્ડ સેઝ લિમિટેડ (APSEZ)ના CEO છે. કરણ અને પરિધિને એક દીકરી છે. જેનું નામ અનુરાધા છે.

નાનો દીકરો જીત

જીત અદાણી યુનિવર્સિટી ઓફ પેસિલવેનિયાથી ગ્રેજ્યુએશન કર્યાં બાદ વર્ષ 2019માં ભારત પરત ફર્યાં હતા, અત્યારે તેઓ અદાણી ગ્રુપના ફાયનાન્સને લગતા નિર્ણયોને જોવે છે.

મોટા ભાઈ વિનોદ અદાણી

ગૌતમ અદાણીના મોટા ભાઈનું નામ વિનોદ અદાણી છે. વિનોદ અદાણી ઓફશોર શેલ કંપનીઓના એક વિશાળ ચક્રવ્યૂહનું મેનેજમેન્ટ કરે છે.

નાના ભાઈ રાજેશ અદાણી

રાજેશ અદાણી ગૌતમ અદાણીના નાના ભાઈ છે. રાજેશ અદાણી વર્તમાન સમયમાં અદાણી ગ્રુપ કંપનીઝમાં મેનેજીંગ ડિરેક્ટર તરીકે કામ કરે છે.

વાળની સમસ્યાથી પરેશાન છો, કરો બટાકાનો ઉપયોગ