હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણનું મહત્વ ખૂબ છે. તેમાં જીવનને લગતી જરુરી જાણકારી આપવામાં આવી છે.
ગરુડ પુરાણમાં સારા કર્મોનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે, જેનો ફાયદો વ્યક્તિને સમગ્ર જીવન દરમિયાન મળે છે.
ધાર્મિક ગ્રંથોનું જ્ઞાન વ્યક્તિના જીવનને સરળ બનાવી દે છે. ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે જે વ્યક્તિ ધાર્મિક ગ્રંથોનું જ્ઞાન હાંસલ કરે છે, તેનું જીવન ખુશ રહે છે.
ગરુડ પુરાણ પ્રમાણે ઘરમાં ભોજન બનાવ્યા પછી સૌથી પહેલા ભગવાનને ભોગ આપવો જોઇએ.
જીવનમાં કોઈ વ્યક્તિએ પોતાના કુળદેવતાને ન ભૂલવા જોઈએ. કુળદેવતાની પૂજા જો ભૂલ્યા તો સમજો તમારા જીવનનો ખરાબ તબક્કો શરુ.
જીવનમાં કમાણીનો થોડોક ભાગ હંમેશા દાન કરવો જોઇએ.
જીવનમાં એક વખત તો ગંગા સ્નાન દરેક વ્યક્તિએ કરવું જ જોઈએ.