આ કામો કરવાથી નર્કમાં પણ નથી મળતી જગ્યા, જાણો શું કહે છે ગરુડ પુરાણ


By Sanket M Parekh26, Aug 2023 02:29 PMgujaratijagran.com

ગરુડ પુરાણ

ગરુડ પુરાણ વિષ્ણુ પુરાણનો એક હિસ્સો છે. જેમાં ભગવાન વિષ્ણુ અને પક્ષીઓના દેવતા ગરુડ વચ્ચે થયેલા સંવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સ્વર્ગ અને નર્ક

આ ગ્રંથમાં સ્વર્ગ અને નર્ક વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. આ ગ્રંથનો એક ભાગ પૂર્ણ રૂપથી કર્મો માટે આપવામાં આવનારી સજાઓ પર આધારિત છે.

તમિસ્રા

જે લોકો બીજાના પૈસા લૂંટે છે, તેમણે યમદૂત દોરડાથી બાંધીને નર્કમાં મારે છે. જો તેઓ બેભાન થઈ જાય, તો તેમના ભાનમાં આવ્યા બાદ ફરીથી તેમને ફટકારવામાં આવે છે.

રૌરાવમ

રૌરાવમ જે બીજાના પૈસે તાગડધીન્ના કરે છે અને તેમની ખુશીઓ છીનવી લે છે. આવા પાપીઓને સાપથી ભરેલા એક કૂવામાં ધકેલી દેવામાં આવે છે.

કુમ્ભિપાકમ

જે પોતાના સ્વાર્થ માટે જીવોને મારે છે. એવા પાપીઓને મોટા વાસણમાં ગરમ તેલની અંદર નાંખીને તળવામાં આવે છે.

કાલાસુત્રમ

જો પોતાના વડીલોનું સમ્માન નથી કરતા, તેવા પાપીઓને પણ નર્કની આગમાં ડૂબાડવામાં આવે છે. આવું ત્યાં સુધી કરવામાં આવે છે, જ્યાં સુધી તેમની ચામડી ઉતરી ના જાય.

અસિતાપત્રમ

જે પોતાનું કામ યોગ્ય રીતે નથી કરતા અને તેમની બેદરકારીથી બીજાને ભોગવવું પડે છે. આવા લોકોના શરીરને ધારદાર ચાકુ ગોપવામાં આવે છે. જે બાદ કોડા ફટકારવામાં આવે છે.

તપ્ત મૂર્તિ

જે લોકો સોના અથવા અન્ય કોઈ ધાતુની ચોરી કરી છે. તેમને નર્કમા ગરમ આગમાં જીવતા સળગાવવામાં આવે છે.

આજનું રાશિફળ 26 ઓગસ્ટ 2023 | Horoscope Today: August 26, 2023