હિન્દૂ ધર્મમાં રત્નોનું ખૂબ જ મહત્વ હોય છે. રત્નોને પહેરવાથી સૂતેલી કિસ્મતને પણ જગાડી શકાય છે.
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર જીવન પર રત્નો ખૂબ જ અસર કરે છે. એટલા માટે રત્નોને પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.
રવિવારના દિવસે ગાર્નેટ રત્નને પહેરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ રત્નને પહેરવામાથી લોકોનાં જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનનો લાભ થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગાર્નેટ રત્નને ધારણ કરતા પહેલા ગંગાજળ અને કાચા દૂધના મિશ્રણથી શુદ્ધ કરો.
જો કોઈ વ્યક્તિનો આત્મવિશ્વાસ ઓછો છે, તો ગાર્નેટ રત્નને ધારણ કરવું જોઈએ. તેને ધારણ કરતા આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
જો કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો ડર સતાવે છે, તો ગાર્નેટ રત્નને ધારણ કરી શકો છો. ગાર્નેટ રત્નને પહેરવાથી ડરની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.