શિયાળામાં ગાર્લિક પનીર ટિક્કા ઘરે બનાવવા માટે સ્ટેપ બાય સ્ટેપ રેસીપી નોંધી લો


By Vanraj Dabhi11, Dec 2023 05:07 PMgujaratijagran.com

ગાર્લિક પનીર ટિક્કા

શિયાળાની ઋતુમાં ઘણા લોકોને મસાલેદાર ખોરાક ખાવાનું મન થાય છે. એટલા માટે ઘણા લોકો મસાલેદાર પકોડા, ચટણી અથવા કબાબ બનાવે છે અને શિયાળામાં ખાય છે.

સામગ્રી

પનીર-400 ગ્રામ, દહીં-1/2 કપ, મલાઈ-2 ચમચી, લસણની પેસ્ટ-3 ચમચી, લસણની આખી કળીઓ-6-7, લવિંગ, ધાણા પાવડર-1 ચમચી, મરચાંની પેસ્ટ-1 ચમચી, ચણાનો લોટ-1 ચમચી, તેલ-1 ચમચી.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બાઉલમાં બધી સામગ્રી જેવી કે દહીં, મલાઈ, ચણાનો લોટ, લસણની પેસ્ટ વગેરે ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ- 2

હવે આ મિશ્રણમાં પનીરના ટુકડા ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ- 3

ત્યારબાદ બેટરને સેટ થવા માટે 20-25 મિનિટ માટે ફ્રિજમાં રાખો.

સ્ટેપ- 4

હવે એક કડાઈમાં તેલ અથવા માખણ નાંખીને ગરમ કરો.

સ્ટેપ- 5

તેલ ગરમ થયા પછી તેમાં પનીરના ટુકડા નાખીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સારી રીતે ફ્રાય કરો.

સ્ટેપ- 6

તમે ગાર્લિક પનીર ટિક્કાને લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શિયાળામાં પરફેક્ટ દહીં નથી બનતું! આ ટ્રિક અચૂક અપનાવો