લસણમાં શરીરને ખાસ પ્રકારના ફાયદા આપનાર તત્ત્વો હોય છે. આના ઉપયોગથી ઘણાં પ્રકારની બીમારીઓ સારી થઇ જાય છે.
એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણો સિવાય આમાં ફોસ્ફોરસ, ઝિંક, પોટેશિયમ અને મેગ્નેશિય જેવા ખનિજ હોય છે.
હાઇ બ્લડ પ્રેશરમાં લસણ ખૂબજ લાભદાયક છે. રોજ લસણનું સેવન કરવાથી બ્લડ પ્રેશરમાં ઘણો કંટ્રોલ આવે છે.
કાચું લસણ પેટના સોજાને શાંત રાખે છે અને દાંત માટે પણ ગુણકારી છે. આનાથી પેટમાં રહેલાં ખરાબ બેક્ટેરિયા પણ મરી જાય છે.
લસણના સેવનથી લિવરની કોલેસ્ટ્રોલ પેદા કરવાની ક્ષમતા ઓછી થઇ જાય છે. સાથે કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછું થાય છે.
આના ઉપયોગથી વાયરસ, બેક્ટેરિયા અને ફંગસથી બચાવે છે. લસણમાં રહેલાં રસાયણ બેક્ટેરિયાને વધવાથી રોકે છે.
લસણ ખાવાથી કેન્સરથી પણ બચી શકાય છે. આનો અર્ક કેન્સરની કોશિકાઓને ફેલવાથી રોકે છે.