દરેક શુભ કાર્ય કરતાં પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ અનુસાર, ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી તમામ મનોકામના પૂરી થઈ શકે છે.જો તમારા જીવનમાં પણ કોઈ સમસ્યા ચાલી રહી હોય,તો ગણેશ ચતુર્થીના દિવસે કેટલાક ઉપાયો અજમાવવાથી તેનો નિવેડો આવી શકે છે.
આ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર 27 ઓગસ્ટ બુધવારના રોજ મનાવવામાં આવશે. આ દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિને ઘરે લાવવામાં આવે છે, જે બાદ તેમની પૂજા કરવામાં આવે છે.
ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના મંત્રોનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ભગવાન ગણેશની કૃપા કાયમ ઘર પર રહે છે.
ભગવાન ગણેશને શમીના પાન અર્પણ કરવાથી બગડેલા કામ પણ બનવા લાગે છે. આ ઉપાય ગણેશ ચતુર્થીના દિવસે અજમાવવાથી વધારે લાભ મળે છે.
ગણપતિ બાપાને પ્રસન્ન કરવા માટે તેમને સિંદુર અર્પણ કરી શકો છો. આમ કરવાથી પણ તમારી મનોકામના ઝડપથી સિદ્ધ થઈ શકે છે.
ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પણ કરવાથી વિશેષ ફાયદો મળે છે. જો તમે આર્થિક તંગીમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ, તો તમારે ગણેશ ચતુર્થીના દિવસે 21 દુર્વા અર્પણ કરવી જોઈએ.
ગણેશ ચતુર્થીના દિવસે ભગવાનને ગોળ અને ઘીનો ભોગ ધરાવવો જોઈએ. આમ કરવાથી ધન સબંધિત સમસ્યાઓ ધીમે-ધીમે દૂર થવા લાગે છે.
ગણપતિ બાપાને માલપુઆનો પણ ભોગ ધરાવી શકાય છે. આમ કરવાથી વિવાહના યોગ બને છે. જો લગ્નમાં અવરોધ આવી રહ્યો હોય, તો આ ઉપાય અજમાવી શકાય છે.