શું તમે દુબળાપણાથી પરેશાન છો? તો તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો


By Vanraj Dabhi18, Sep 2023 01:13 PMgujaratijagran.com

દુબળાપણાની સમસ્યા

ઘણા લોકો દુબળા હોવાને કારણે ખૂબ જ પરેશાન રહે છે. તમે ગમે તેટલું ખાવ, તે તમારા શરીરમાં દેખાતું જ નથી. વજન વધારવા માટે લોકો વિવિધ પ્રકારના ઉપાય અજમાવતા હોય છે.

વજન વધારવાની રીતો

આવી સ્થિતિમાં, અમે તમને કેટલાક એવા ખોરાક વિશે જણાવીશું જે તમને વજન વધારવામાં મદદ કરશે.

દૂધ અને કેળા

રોજ એક ગ્લાસ દૂધમાં કેળું મિક્સ કરીને ખાવાથી વજન વધે છે. આનાથી પુષ્કળ ઊર્જા પણ મળશે.

દૂધ અને મધ

દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી પણ વજન વધે છે. તેમાં રહેલું કોપર, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને આયર્ન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

દૂધ અને કિસમિસ

કિસમિસવાળું દૂધ વજન વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તેને રોજ પીવાથી વજન સરળતાથી વધારી શકાય છે.

ખજૂર

ખજૂરનો ઉપયોગ વજન વધારવા માટે પણ કરી શકાય છે. ખજૂરમાં વિટામિન-બી6, ઝિંક, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન અને કાર્બોહાઇડ્રેટ્સ હોય છે.

પલાળીને સેવન કરો

અંજીર, બદામ, કાજુ, મગફળી, મગની દાળ, ખજૂરને રાતભર પલાળી રાખો અને સવારે તેનું સેવન કરવાથી વજન વધે છે.

હેલ્દી ડ્રિંક્સ

આ સિવાય તેને મિક્સરમાં પીસીને પણ સેવન કરી શકાય છે. આ બધા સાથે એક કેળું મિક્સ કરો અને આ ડ્રિંક્સ રોજ પીવો. વજન ઝડપથી વધશે.

વાંચતા રહો

જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત આવા વધુ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો

પાણી વગર શુઝ સાફ કરવા છે ? તો આ સરળ રીતો અજમાવો