તરબૂચનું સેવન કર્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. જો તમે આવું કરશો, તો તેનાથી તમને ગેસ્ટ્રિક સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
ચોમાસામાં તમારે ક્યારેય દૂધ અને પકોડા એકસાથે ન ખાવા જોઈએ. આ બંને વસ્તુઓ ઘણી ભારે હોય છે, જેના કારણે તમને એસિડિટી થઈ શકે છે.
જે લોકો ચોમાસામાં ચા સાથે ફળો ખાય છે, તેમને પેટમાં ગડબડ અને એસિડિટી થઈ શકે છે. તેમને અલગ-અલગ ખાવા વધુ સારું રહેશે.
જો તમે દૂધ અને માછલી બંને એકસાથે ખાઓ છો, તો આજથી જ આ આદત છોડી દો. આ બંને વસ્તુઓમાં પ્રોટીન હોય છે, જેનાથી તમને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.
વરસાદની મોસમમાં તમારે દહીં સાથે ખાટા ફળોનું સેવન કરવાનું ટાળવું જોઈએ. આ બંને વસ્તુઓનું સંયોજન પાચન પર નકારાત્મક અસર કરે છે.
ચોમાસામાં તમે ઉપરોક્ત ફૂડ કોમ્બિનેશનને બદલે જાંબુ, દાડમ, સફરજન, પપૈયું અને નાશપતીનું સેવન કરી શકો છો. આ તમારી તબિયત સુધારવામાં મદદરૂપ થાય છે.