સ્વાસ્થ વાળ માટે અપનાવો આ ઘરેલું ઉપાય


By Hariom Sharma14, Oct 2024 06:09 PMgujaratijagran.com

જાણો

ઘણી વખત લોકો વાળ ખરવા, તૂટવા અને પાતળા થવાની સમસ્યાથી પરેશાન રહે છે આવો લેખમાં જાણીએ કે તેનાથી રાહત મેળવવા શું કરવું જોઈએ?

નિષ્ણાત અભિપ્રાય

ડાયેટિશિયન મનપ્રીત કાલરાના જણાવ્યા અનુસાર, ઘણી વખત લોકો વાળ ખરવાનો અને શરીરમાં ઓછી ઉર્જોનો અનુભવ કરે છે. શરીરમાં આર્યનની ઉણપને કારને આવું થાય છે. તેનાથી રાહત મેળવવા માટે આર્યન યુક્ત આહારનું સેવન કરી શકો છો.

આટલું કરો

તમારા વાળને સ્વસ્થ અને જાડા બનાવવા માટે તમે તેમાં લીંબુ ઉમેરીને વિટામિન સીની સાથે આર્યન ફુડ ખાઈ શકો છો. લીંબુમાં વિટામીન સી હોય છે, જે આર્યનના શોષણમાં મદદ કરે છે.

લોખંડના વાસણોમાં ખોરાક રાંધો

વાળને સ્વસ્થ બનાવવા અને આયર્નની ઉણપને દૂર કરવા માટે તમારા ખોરાકને લોખંડના વાસણોમાં રાંધો. આ વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

કોફી અને ચા ટાળો

વાળને સ્વસ્થ રાખવા માટે ભોજન સાથે કોફી અને ચાનું સેવન ટાળો. તેમાં હાજર ટેનીન આયર્નના શોષણમાં અવરોધ ઊભો કરે છે, જેની અસર વાળ પર પણ પડે છે.

આથા વાળો ખોરાક ખાઓ

આથોવાળા ખોરાકમાં અનેક ગુણો જોવા મળે છે. આનું સેવન આયર્નના શોષણમાં મદદ કરે છે. તેનાથી વાળ પણ હેલ્ધી બને છે.

ફણગાવેલી દાળ ખાઓ

કઠોળ અને અનાજમાં હાજર ફાયટેટ્સ આયર્નનું શોષણ ઘટાડે છે. આવી સ્થિતિમાં, તેને પલાળીને અથવા અંકુરિત સ્વરૂપમાં ખાવાથી ફાયદો થાય છે. તેનાથી વાળ સ્વસ્થ અને જાડા પણ બને છે.

સ્વસ્થ વાળ માટે અન્ય ઉપાયો

સ્વસ્થ વાળ માટે, પોષકતત્વોથી ભરપૂર આહાર લો, તમારા વાળમાં માલિશ કરો અને હેર માસ્કનો ઉપયોગ કરો. આ વાળને જાડા અને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

દરરોજ સવારે તુલસીના પાન ચાવવાના 10 ફાયદા