શરીરમાં યુરિક એસિડ નામનું રસાયણ હોય છે. જ્યારે શરીરમાં યુરિક એસિડનું સ્તર વધે છે, ત્યારે તે સરળતાથી શરીરમાંથી બહાર નીકળી શકતું નથી. જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. તો ચાલો જાણીએ કઈ રીતે કંટ્રોલ કરી શકાય છે?
જ્યારે શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી જાય છે ત્યારે ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી સાંધાનો દુખાવો થઈ શકે છે. જે શરીર માટે ખુબ જ જોખમી છે.
લીંબુમાં વિટામીન સી નું પ્રમાણ ખૂબ વધારે હોય છે. જેથી તે યુરિક એસિડને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે. તે યુરિક એસિડનું સ્તર ઘટાડવામાં મદદ કરી શકે છે.
આદુની ચા યુરિક એસિડમાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. ઉપરાંત આદુને પાણીમાં ઉકાળો અને તેમાં મધ ઉમેરીને પણ સેવન કરી શકો છો.
કાકડીના રસનું પાણી શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે.
દરરોજ 1 કપ સ્ટોબેરીનો રસ પીવાથી યુરિક એસિડની સમસ્યાને ઓછી કરી શકાય છે. તે સાંધાના દુખાવા સામે લડવા માટે ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે.
યુરિક એસિડ એક ગંભીર રોગ છે. જેથી આ પીણાં પીતા પહેલા ડોક્ટરની સલાહ લઈ શકાય છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.