સ્થૂળતા એ કોઇ બીમારી નથી, પરંતુ તેનાથી ડાયાબિટીસ અને હાર્ટ અટેક જેવી ખતરનાક બમારીઓ થઇ શકે છે. જો તમે એકસ્ટ્રા ચરબીથી છુટકારો મેળવવા માગો છો તો અપનાવો આ સરળ ટિપ્સ.
ગ્રીન ટીને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. આમાં એન્ટિઓક્સિડેન્ટ, આયર્ન, મેગ્નેશિયમ, મેંગનીજ, સોડિયમ, કોપર, ઝિંક, એમીનો એસિડ, પ્રોટીન જેવા ઘણા પોષકતત્ત્વો ભરપૂર માત્રામાં રહેલા હોય છે. આ મેટાબોલિઝમને બુસ્ટ કરીને ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.
મીઠું અને ખાંડનો ઉપયોગ દરેક ઘરમાં ઉપયોગ થાય છે. જણાવી દઇએ કે આના સેવનથી સ્થૂળતા વધે છે. મીઠામાં સોડિયમ વધુ હોય છે, જે સ્થૂળતા વધારે છે. ખાંડનું વધુ સેવન કરવાથી ઘણી સમસ્યાઓ પેદા થાય છે.
સારો ખોરાક ખાવાની સાથે માણસે ખાવાનો સમય પણ સાચવવો જોઇએ. જો તમે ખાવાનો સમય સાચવતા નથી તો તમને સ્થૂળતાની સાથે ઘણી ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
પેટની ચરબી ઘટાડવા માટે તમારે ખોરાકમાં ફાયબરવાળો ખોરાક ખાવો જોઇએ, આનાથી પાચન સારુ રહે છે અને વજન વધતું નથી. તમે તમારા ડાયેટમાં સીરિયલ વગેરે ફૂડ્સ સામેલ કરી શકો છો.
સૌથી જરૂરી વસ્તુ છે કે તમે ડાયેટની સાથે કસરત પણ સારી રીતે કરો. તમેરા રોજ કસરત કરવી જોઇએ, બેલી ફેટ ઘટાડવા માટે વ્યાયામ ખૂબ જ જરૂરી છે.