ઉનાળા ઘણા લોકો ગરમીથી જ નહીં, પરંતુ ઘરમાં દેખાતા જંતુઓ જેવા કે ગરોળી, કરોળિયાથી પણ પરેશાન થઈ જાય છે.
ઘરમાં રખડતી ગરોળીઓથી દેરક લોકો પરેશાન છે. દરવાજા અને બારીઓ બંધ કર્યા પછી પણ, તેઓ ક્યાંકથી ઘરમાં ઘૂસી જાય છે. આજે અમે આ લેખમાં તમને ઘરમાંથી તેને ભગાડવાની કેટલીક રીતો જણાવીશું.
ગરોળીને તીવ્ર ગંધવાળી વસ્તુઓ બિલકુલ નથી ગમતી. તેમને ઘરમાંથી ભગાડવા માટે તમે લસણની કળી કે ડુંગળીના ટુકડા ઘરના ખૂણામાં રાખો જેથી તે ઘરમાં નહીં આવે.
ગરોળીને ઘરમાંથી ભગાડવા માટે લાલ મરચું પાવડર અને લીંબુનો રસ મિક્સ કરીને ઘરમાં જ્યાં ગરોળી વધુ દેખાય ત્યાં છાંટો, તેની તીવ્ર ગંધને કારણે ગરોડી ભાગી જશે.
ગરોળીથી બચવા માટે તમે તુલસીના તેલનો ઉપયોગ કરી શકો છો. તેમાં મિથાઈલ સિનામેટ અને લીનાલૂલ જેવા તત્વો જોવા મળે છે, આનાથી ગરોળી દૂર ભાગી જાય છે.
ગરોળીને ઘરમાંથી ભાગાડવા માટે તમે એક ગ્લાસ પાણીમાં એક ચમચી કાળા મરીનો પાવડર મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરો અને પછી દરવાજા, બારીઓ અને ઘરના દરેક ખૂણાઓ પર સ્પ્રે કરો.
ઘણીવાર તમે જોયું હશે કે ગરોળી મોટાભાગે ત્યાં આવે છે જ્યાં જંતુઓ હોય છે. તેથી, રાત્રે રૂમમાં વધારાની લાઇટ બંધ રાખો જેથી જંતુઓ ઓછા આવે.
ગરોળી ઘરમાં ફરશે નહીં, બસ આ યુક્તિ કરો. આવી જીવનશૈલી સંબંધિત તમામ એપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.