શિયાળાની ઋતુઓમાં શરીરની ચામડી સૂકાય જતી હોય છે. આ જ કારણ છે કે શિયાળાની ઋતુઓમાં પગની એડીઓ ફાટવાની સમસ્યા થાય છે. અહીંયા આપણે કેટલાક સરળ ઉપાયો અંગે જાણીશું જે તમને એડીઓ ફાટવાની સમસ્યામાંથી રાહત આપી શકે છે.
જો તમે શિયાળાની ઋતુઓમાં બુટ-ચપ્પલ પહેરો છો તો પગની એડીઓ ફાટવાની સમસ્યા થવાની સંભાવના અનેક ગણી વધી જાય છે. જેથી આ સમસ્યાથી બચવા માટે પગની એડીઓ કવર થઈ જાય એવા બુટ-ચપ્પલપહેરવા જોઈએ.
શિયાળાની ઋતુઓમાં મોટાભાગે લોકો ગરમ પાણીથી નાહવાનું પસંદ કરતા હોય છે જેથી શરીરની ચામડી સૂકાય જતી હોય છે. એટલા માટે ગરમ પાણીથી નાહ્યા પછી પગની એડીઓ સાથે પૂરા શરીર પર મોઈશ્ચરાઈજર લગાવવું જોઈએ.
શિયાળાની ઋતુઓમાં શરીરની ચામડીની કોમળતા જાળવી રાખવા નાળિયેર તેલનો ઉપયોગ કરવો જોઈએ. નાળિયેર તેલને નવસેકુ ગરમ કરી પગની એડીઓ પર માલીસ કરો. આનાથી પગની એડીઓને કોમળ બનવામાં મદદ મળશે.
લવેંડર તેલ એન્ટીસોપ્ટિક અને એન્ટીફંગલ ગુણોથી ભરપૂર હોય છે. લવેંડર તેલ શરીરની ચામડી સંબધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે.
પગની એડીઓને કોમળ બનાવવા અને ફાટવાની સમસ્યાથી બચવા વિટામીન Eથી ભરપૂર બદામ તેલનો ઉપયોગ કરવો જોઈએ. બદામ તેલને લગાવવાથી શરીરની ચામડીનું સૂકાપણુ ઓછું થાય છે અને ચામડી કોમળતા જાળવાય છે.
શિયાળાની ઋતુઓમાં પગની એડીઓ ફાટવાની સમસ્યાઓથી બચવા ઉપરોક્ત ઉપાય અપનાવવા જોઈએ. આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.