ડાયાબિટીસને મૂળમાંથી નાબૂદ કરવા માટે આ અસરકારક ઘરેલું ઉપચાર અપનાવો


By Vanraj Dabhi29, Sep 2023 03:12 PMgujaratijagran.com

ડાયાબિટીસ

ખોટી ખાનપાન અને જીવનશૈલીના કારણે લોકોમાં ડાયાબિટીસની સમસ્યા વધી રહી છે. ડાયાબિટીસને તેના મૂળમાંથી નાબૂદ કરી શકાતો નથી, પરંતુ તેને નિયંત્રિત કરી શકાય છે.

ઘરેલું ઉપચાર

ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે લોકો અલગ-અલગ પ્રકારની દવાઓ લેતા હોય છે, પરંતુ તેને ઘરેલુ ઉપચારથી પણ કંટ્રોલ કરી શકાય છે.

જાંબુડા

લોકો જાંબુડાને ઉનાળાની ઋતુમાં હોંશે હોંશે ખાય છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુડા કોઈ રામબાણ દવાથી ઓછું નથી.

આદુ

ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે તમે તમારા આહારમાં આદુનો સમાવેશ કરી શકો છો. આદુનું સેવન કરવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે.

કારેલા

કારેલાને પોષક તત્વોથી ભરપૂર માનવામાં આવે છે. કારેલાનું શાક અથવા કારેલાનું જ્યુસ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

યોગાસન

ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ ઓછામાં ઓછા 20-30 મિનિટ યોગ કરવા જોઈએ. આમ કરવાથી ડાયાબિટીસ અને અન્ય રોગો પણ નિયંત્રણમાં રહે છે.

તુલસી

જો તમે દરરોજ સવારે ખાલી પેટે 2-3 તુલસીના પાન ખાવ છો તો તેનાથી ડાયાબિટીસને જલ્દી કંટ્રોલ કરી શકાય છે.

ગ્રીન ટી

ગ્રીન ટી નો ચા તરીકે ઉપયોગ કરો. ગ્રીન ટી પીવાથી ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે.

વાંચતા રહો

આવા સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કાળી દ્રાક્ષ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે, ચાલો જાણીએ