દાંતમાં ઇન્ફેક્શન થવા પર ખૂબ પીડા થાય છે. ઓરલ હેલ્થનું ધ્યાન ના રાખવા પર ઘણી વાર મોંઢામાં બેક્ટેરિયા થઇ જાય છે, જેના કારણે ઇન્ફેક્શન થાય છે. આવો જાણીએ તેનાથી બચવા શું કરવું.
દાંતમાં થતા ઇન્ફેક્શનથી રાહત મેળવવા માટે તમે ઓઇલ પુલિંગ કરી શકો છો. આનાથી મોંઢામાં રહેલા બેક્ટેરિયા ખતમ થઇ જશે, સાથે જ દંત અને પેઢામાં જમા ગંદકીમાં પણ ઘટાડો થશે. આ માટે તમે નારિયળ તેલ અથવા ઓલિવ ઓઇલ તેલથી પુલિંગ કરી શકો છો.
લસણ દાંતના ઇન્ફેક્શનને ઘટાડી શકે છે. આ માટે લસણને થોડું વાટીને દુખાવવાળી જગ્યા પર દબાવી રાખો. આનાથી ઇન્ફેક્શન પેદા થતા બેક્ટેરિયા સરળતાથી ખતમ થશે.
લવિંગનું તેલ દાંતનો દુખાવો ઘટાડવાની સાથે સાથે ઇન્ફેક્શન પણ ઘટાડવામાં મદ કરે છે. આ માટે તમે પ્રભાવિત જગ્યા પર લવિંગ તેલેનો ઉપયોગ કરી શકો છો.
બેકિંગ સોડામાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે, જે મોંઢાના બેક્ટેરિયાને મારવાની સાથે સાથે દાંતમાં જમા પ્લાકને પણ દૂર કરે છે. આ માટે તમે આની પેસ્ટ બનાવીને દાંત પર લગાવો અને થોડી વાર બાદ કોગળા કરીને સાફ કરો.
ગરમ પાણીમાં મીઠું મિક્સ કરીને કોગળા કરવાથી દાંતમાં જમા ગંદકી સાફ થવાની સાથે સાથે દાંતના ઇન્ફેક્શનમાં પણ ઘટાડો થાય છે. આમ કરવાથી દાંતના બેક્ટેરિયા ઘટે છે, જેનાથી ઇન્ફેક્શનમાં રાહત મળે છે.