મહિલાઓ માટે કોઈ 'અમૃત'થી કમ નથી અળસી, જાદૂઈ ફાયદા જાણીને દંગ થઈ જશો તમે


By Sanket M Parekh09, Jul 2023 04:37 PMgujaratijagran.com

હાડકા મજબૂત બનાવશે

અળસીના બીજમાં કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જેનું નિયમિત સેવન આપણા હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જેમાં ફૉસ્ફરસનું પ્રમાણ વધારે હોય છે, જે હાડકા માટે જરૂરી પોષક તત્વ છે.

એનીમિયા દૂર કરે

શરીરમાં પુરતા પ્રમાણમાં આયરનની કમીથી એનીમિયા, લૉ હીમોગ્લોબિન અને સામાન્ય નબળાઈનું કારણ બને છે. અળસીના બીજ આયરનનો સારો સ્ત્રોત હોય છે, જે હીમોગ્લોબિનના ઉત્પાદનને વધારે છે.

કબજિયાતની સમસ્યા

અળસીના બીજમાં ફાઈબર સારા એવા પ્રમાણમાં હોય છે. આ ફાઈબર કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં કારગર નીવડે છે. અળસી મેટાબૉલિજમને પણ તેજ કરવાનું કામ કરે છે.

વાળ માટે

અળસી વાળ માટે પણ ફાયદેમંદ છે. અળસીના બીજ વિટામિન-ઈનો સારો સ્ત્રોત છે. અળસીના બીજનું નિયમિત સેવન કરવાથી તે વાળને મજબૂત કરવા અને વાળના ગ્રોથને વધારવામાં મદદરૂપ થાય છે.

સ્કિન માટે

અળસીમાં રહેલ વિટામિન-ઈ સ્કિનમાં કોલેજનની બનાવટને યોગ્ય કરે છે અને સ્કિનની ટોનિંગમાં મદદરૂપ થાય છે. જેથી સ્કિનમાં ગ્લો આવે છે.

ફર્ટીલિટી વધારે

અળસીના બીજ ઓવ્યૂલેશન અને મેન્સ્ટ્રૂઅપ સાઈકલ સાથે સંકળાયેલી સમસ્યા દૂર કરવામાં મદદરૂપ થાય છે. જે ગર્ભધારણની સંભાવના વધારીને મહિલાઓની પ્રજનન ક્ષમતામાં પણ મદદ કરે છે.

કેવી રીતે કરશો સેવન?

અળસીનું સેવન કરવા માટે દરરોજ રાતે એક ગ્લાસ પાણીમાં 2 ચમચી અળસીના બીજ પલાળવા મૂકો. સવારે આ પાણી પી જાવ. તમે ઈચ્છો તો. અળસીને પાણી સાથે પણ પી શકો છો.

પલાળેલા ચણા અને દ્રાક્ષ ખાવાના ફાયદા