Fenugreek Side Effects: મેથીના દાણા ખાવાના 5 ગેરફાયદા


By Vanraj Dabhi29, Mar 2025 02:51 PMgujaratijagran.com

મેથીના દાણાનું સેવન

લોકો ઘણીવાર મેથીના દાણાનું સેવન કરે, આના સેવનથી શરીરમાં ઘણા ફેરફારો જોવા મળે છે. ચાલો જાણીએ મેથીના દાણા ખાવાથી શું નુકસાન થાય છે?

આહારનું ધ્યાન રાખો

શરીરને સ્વસ્થ રાખવા માટે ખાવા-પીવાની વસ્તુઓ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આ માટે આહારમાં પૌષ્ટિક અને હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

પોષક તત્વો

મેથીના દાણામાં પ્રોટીન, ફાઇબર, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન્સ હોય છે.

ડાયાબિટીસમાં હાનિકારક

મેથીના દાણા સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જોકે, તેને વધુ માત્રામાં ખાવાથી બ્લડ સુગરનું સ્તર ઘટી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ તેને ખાતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

પેટની સમસ્યાઓ

મેથીના દાણા વધુ માત્રામાં ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તે પેટમાં ગેસ અને અપચો જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે.

પેશાબ સંબંધિત સમસ્યાઓ

મેથીની તાસિર ગરમ હોય છે તેથી તેને વધુ પડતું સવન કરવાથી પેશાબ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, જેના કારણે પેશાબમાં દુર્ગંધ આવી શકે છે.

એલર્જીની સમસ્યાઓ

ઘણા લોકોને મેથીના દાણાથી એલર્જી હોય છે. મેથીના દાણાનું વધુ માત્રામાં સેવન કરવાથી ત્વચામાં બળતરા, ફોલ્લીઓ વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ગર્ભાવસ્થામાં હાનિકારક

મેથીના દાણાનું વધુ માત્રામાં સેવન ગર્ભવતી સ્ત્રીઓ માટે હાનિકારક હોઈ શકે છે. તેની તાસિર ઉષ્ણ હોય છે, જેના કારણે રક્તસ્ત્રાવની સમસ્યા થઈ શકે છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત બધી માહિતી જાણવા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Bajra Benefits: બાજરીનો રોટલો ખાવાના સ્વાસ્થ્ય લાભો