Mint Water Benefits: એક કપ ફુદીનાનું પાણી પીવાના 5 ફાયદા


By Vanraj Dabhi10, Nov 2024 06:36 PMgujaratijagran.com

ફુદીનાનું સેવન

ફુદીનાના પાન પોષક તત્વોથી ભરપૂર હોય છે, જેના પાંદડા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચાલો જાણીએ તેના 5 ફાયદા.

ફુદીનાનું પાણી

રોજ એક કપ ફુદીનાની સાથે તેનું પાણીનું સેવન શરીરના સ્વાસ્થ્ય માટે રામબાણ માનવામાં આવે છે.

ત્વચા ચમકદાર

ફુદીનાનું પાણીમાં એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે, તેનું સેવન કરવાથી ત્વચા ચમકદાર બને છે અને ખીલ દૂર કરે છે.

પેટમા ઠંડક આપે

લોકોને ઘણીવાર પેટમાં એસિડિટી થવા લાગે છે, તેનાથી છૂટકારો મેળવવા માટે ફુદીનાનું પાણી પી શકો છો, જે શરીરમાં ઠંડક આપે છે.

વજન ઘટાડે

એક કપ ફુદીનાનું પાણી પીવાથી મેટાબોલિઝમ મજબૂત થાય છે, જે વજન ઝડપથી ઘટાડે છે.

ગેસથી છુટકારો મેળવો

જો કંઈપણ ખાધા કે પીધા પછી પેટમાં ગેસ થતો હોય, તો તેનાથી રાહત મેળવવા માટે એક કપ ફુદીનાનું પાણી પી શકો છો.

ફુદીનાનું પાણી બનાવો

રાત્રે એક ગ્લાસ પાણીમાં 2-3 ફુદીનાના પાંદડા પલાળી પછી તેનું સવારે ઉઠ્યા બાદ ગરણી વડે ગાળીને તેનું સેવન કરો.

વાંચતા રહો

આરોગ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Spinach Benefits: શિયાળામાં પાલક ખાવાના ફાયદા