ગરુણ પૂરાણ અનુસાર આત્મહત્યા કરનાર સાથે શું થાય છે જાણો


By Pandya Akshatkumar31, Jul 2023 03:28 PMgujaratijagran.com

આત્મહત્યા

કેટલાક લોકો પોતાના જીવનમાં આવેલી મુશ્કેલીઓ અને પડકારોથી ભાગીને આત્મહત્યા કરી પોતાના જીવન પર પૂર્ણવિરામ મૂકી દે છે. તેમનું માનવું છે કે આમ કર્યા પછી તમામ કષ્ટોથી છૂટકારો મળી જાય છે.

અપરાધ છે આત્મહત્યા

ગરુણ પૂરાણ અને કાયદા પ્રમાણે પણ આત્મહત્યા કરવી એ ગુનો છે. આ અપરાધની સજા મૃત્યુ પછી પણ મળે છે.

શરીર ન મળવું

ગરુણ પૂરાણ પ્રમાણે આત્મહત્યા કરનારાઓને આગલા જન્મ માટે તેમની નક્કી ઉંમર પહેલા બીજું શરીર મળતું નથી.

પ્રેત યોનિ

આત્મહત્યા કરેલી આત્માઓ ભૂત, પ્રેત અને પિશાચ યોનીમાં પ્રવેશ કરે છે.

અશાંતિ

આત્મહત્યા કરનારા લોકોની આત્મને મૃત્યુ પછી પણ શાંતિ મળતી નથી. આવા લોકો પોતાના કર્મોના કારણે ખરાબ દશામાં પહોંચી જાય છે.

મુક્તિ ન મળવી

એવું કહેવાય છે કે આત્મહત્યા કરનારાઓનું શ્રાદ્ધ અને તર્પણ કર્યા પછી પણ મુક્તિ નથી મળતી.

31 જુલાઈ 2023નું રાશિફળ | Your Daily Horoscope Today July 31, 2023