આ બીમારી દરમિયાન અંજીર ન ખાવું જોઈએ,જાણો કેમ


By Vanraj Dabhi30, Mar 2024 06:22 PMgujaratijagran.com

અંજીરનું સેવન ટાળો

અંજીરમાં ઘણા પોષક તત્વો મળી આવે છે. તેથી તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.પરંતુ કેટલીક સમસ્યાઓમાં તમારે અંજીરનું સેવન ટાળવું જોઈએ,ચાલો જાણીએ.

પેટમાં દુખાવો

પેટમાં દુખાવો થતો હોય તો અંજીરનું સેવન ટાળવું,જેનાથી પેટ ભારે થવાની સમસ્યા થઈ શકે છે.

માઈગ્રેન

જો તમને માઈગ્રેનની સમસ્યા હોય તો તમારે અંજીરનું સેવન ટાળવું જોઈએ. તેમાં રહેલું સલ્ફાઈટ તત્વ માઈગ્રેનનો દુખાવો વધારી શકે છે.

ઝાડા અને અપચો

જો તમે લૂઝ મોશન કે અપચોની સમસ્યા હોય તો તમારે અંજીરનું સેવન ટાળવું જોઈએ.

પથરી

કિડનીમાં પથરી હોય તો તમારે અંજીરનું સેવન ટાળવું જોઈએ.તે તમારી પથરીની સમસ્યા વધારી શકે છે.

લીવરની સમસ્યા

જો તમને લીવર સંબંધિત સમસ્યા હોય તો તમારે અંજીરનું સેવન ટાળવું જોઈએ. તેનાથી લીવર સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.

રક્તસ્ત્રાવ

અંજીરની તાસિર ગરમ હોવાથી સ્ત્રીઓને પીરિયડ્સ દરમિયાન વધુ પડતો રક્તસ્ત્રાવ થાય છે,તેથી અંજીર ખાવાનું ટાળવું જોઈએ.

ડૉક્ટરની સલાહ લેવી

અંજીરનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ શરીરને લગતી કોઈપણ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી જ અંજીર ખાવું જોઈએ.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દરરોજ 1 ચમચી અજમાનો પાવડર ખાવાથી થશે આ ફાયદાઓ