શિયાળાના આગમનની સાથે શિયાળાની વાનગીઓ પણ બજારમાં આવવા લાગે છે. આવી જ એક વાનગી એટલે મેથીના લાડુ, સ્વાદે થોડા કડવા લાગે છે. ચાલો આજે મેથીના લાડુ ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને અહીં જણાવીશું.
આખી મેથી, ઘઉંનો લોટ, ઘી, ગોળ, કોપરું, સુંઠનો પાવડર, દૂધ, ગુંદર, બદામ, કાજુ, પિસ્તા, ઈલાયચીનો પાવડર, જાયફળ, ગંઠોડાનો પાવડર.
કઢાઈમાં એક ચમચી ઘી ઉમેરવું. પછી ચણાના લોટને શેકી લેવો. 5 મિનિટ શેકવો. પછી તેને મોટા બાઉલમાં કાઢી લેવું.
પછી તે કઢાઈમાં ઘઉનો લોટ ઉમેરી શેકવો. પછી તેમાં અડધી ચમચી ઘી ઉમેરી ત્રણ મિનિટ શેકો. પછી તે જ બાઉલમાં કાઢી લો.
પછી અડદના લોટને શેકીને બાઉલમાં લઈ લો.
પછી તેમા મેથીનો લોટ, અડધી ચમચી ગંઠોડા પાવડર, અડધી ચમચી સૂંઠ પાવડર, બે ચમચી વસાનો પાવડર, કોપરાનો ભૂક્કો અડધી વાટકી ઉમેરી બધું બરાબર મિક્સ કરો.
હવે કડાઈમાં એક ચમચી ઘી ઉમેરો, અને જે ગુંદર હતો તેનો પાવડર બનાવી આ કઢાઈમાં ઉમેરો. ગુંદર શેકાઈ ગયા પછી તેને પણ મિશ્રણના ઉમેરો. પછી થોડી ખસખસ, કાજુ-બદામ અને પિસ્તા સમારેલા ઉમેરો. બધું બરાબર મિક્સ કરો.
ગેસ પર કડાઈ મૂકી તેમાં ગોળ અને એક ચમચી ઘી નાખીને ધીમે ધીમે ઓગળવા દો. ગોળ ઓગળી જાય પછી તેમાં ઈલાયચી અને સૂંઠનો પાવડર ઉમેરી હલાવો.પછી 5 મિનિટ ઠંડુ થાય પછી લાડુ બનાવી લેવા. તૈયાર છે તમારા મેથીના લાડુ.
બધા મેથીના લાડવાને એક ડબ્બામાં ભરી લો. શિયાળામાં દરરોજ એક ખાઈ શકો છો.
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ સાથો જોડાયેલા રહો.