Fennel Milk Benefits: વરિયાળી વાળું દૂધ પીવાના ફાયદા


By Vanraj Dabhi20, Dec 2024 06:41 PMgujaratijagran.com

વરિયાળી વાળું દૂધ

વરિયાળી વાળુ દૂધ એક ઘરેલું ઉપાય છે જે માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

પોષક તત્વો

વરિયાળી અને દૂધમાં ફાઇબર, એન્ટીઑકિસડન્ટો, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો મળે છે.

પાચન સુધારે

વરિયાળી વાળા દૂધમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ પેટમાં ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓને દૂર કરી પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

સારી ઊંઘ માટે ફાયદાકારક

જો તમને અનિદ્રાની સમસ્યા હોય, તો વરિયાળી વાળું દૂધ તમારા માટે રામબાણ ઈલાજ છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે

વરિયાળી વાળું દૂધ મેટાબોલિઝમ વધારે છે, જે વજન ઘટાડવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

મહિલાઓ માટે ફાયદાકારક

વરિયાળી વાળું દૂધ મહિલાઓ માટે ફાયદાકારક છે. તે પીરિયડ્સ દરમિયાન દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે.

વરિયાળી વાળું દૂધ બનાવવાની રીત

વરિયાળી વાળું દૂધ બનાવવું ખૂબ જ સરળ છે. એક ગ્લાસ દૂધમાં એક ચમચી વરિયાળી નાખીને ધીમી આંચ પર પકાવો છી તે થોડું ઠંડુ થાય એટલે ગરણી વડે ગાળીને પીવો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Spinach Side Effect: શિયાળામાં પાલક બની શકે છે ઝેર, આ લોકોએ ખાવાથી દૂર જ રહેવું