હિંદુ ધર્મમાં કાગડાને પૂર્વજો સાથે સાંકળીને જોવામાં આવે છે. તમે ઘણી વાર મોટા વડીલોને કહેતા સાંભળ્યા હશે કે, કાગડાના બોલવાથી ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે. આવી જ રીતે સવારના સમયે કાગડાને રોટલી ખવડાવવાથી પણ ઘણા પ્રકારના બદલાવ આવી શકે છે. તો ચાલો આ સંદર્ભે લાઇફ કોચ અને જ્યોતિષી શીતલ શાપૈરા પાસેથી વિગતાવાર જાણીએ...
સવારના સમયે કાગડો દેખાય તે અનેક પ્રકારના સંકેત આપે છે. આટલું જ નહીં, કાગડાનું આવવું અને તેને રોટલી ખવડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે, સવારના પહોરમાં જો કાગડો રોટલી ખાઈ લે છે, તો તમારી મનોકામના પૂરી થઈ શકે છે. જ્યોતિષ અનુસાર, આ એક સારું ફળ લઈને આવે છે
કાગડાને સવારે સવારે રોટલી ખવડાવવી ખૂબ જ સારી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, તેનાથી ધન લાભ થઈ શકે છે અને મા લક્ષ્મીની કૃપા પણ બની રહે છે.
હિંદુ ધર્મમાં કાગડાને ભોજન ખવડાવવું પૂર્વજોને પ્રસન્ન કરવાનું એક માધ્યમ છે. એવું માનવામાં આવે છે કે, કાગડાના પેટમાં ગયેલું ભોજન પૂર્વજો સુધી પહોંચે છે. કાગડાને રોટલી ખવડાવવાથી પૂર્વજ પ્રસન્ન રહે છે.
જો તમારા ઘરમાં રોજ કાગડો આવે છે અને તેને રોટલી ખવડાવવામાં આવે છે, તો લાભ મળે છે. આવું કરવાથી કાર્યમાં સફળતાના યોગ બની શકે છે.
કાગડાને રોટલી ખવડાવવાથી ઘરના તમામ દોષ દૂર થાય છે. આ સાથે જ જીવનમાં નવા અવસર પ્રાપ્ત થઈ શકે છે.
પશુ-પક્ષીઓને ભોજન ખવડાવવું પુણ્યનું કામ છે.આથી દરરોજ સવારે કાગડાને રોટલી ખવડાવવાથી મનને શાંતિ મળે છે અને ઘરમાં ખુશહાલી આવે છે