શિયાળામાં ઘરે જ આ એક્સરસાઈઝ કરીને ઘટાડો વજન


By Sanket M Parekh25, Nov 2023 04:14 PMgujaratijagran.com

જમ્પિંગ જેક

વેઈટ લોસ માટે જમ્પિંગ જેક એક બેસ્ટ ઈન્ડોર એક્સરસાઈઝ છે. તે એક ઉમદા કાર્ડિયો એક્સરસાઈઝ છે, જે મસલ્સને મજબૂત બનાવે છે. આ માટે તમારે ઉભા રહેવાનું છે. જે બાદ તમે હાથ ઉપર ઉઠાવીને કૂદો અને પગને પણ પહોળા કરો અને બંધ કરો.

પ્લેન્ક

વજન ઘટાડવા માટે પ્લેન્ક સારી એક્સરસાઈઝ છે. જેનાથી ખભા, હાથ અને પીઠના મસલ્સ મજબૂત થાય છે. આ માટે તમારે પેટના જોરે સૂવાનું છે અને પછી તમારી હથેળીઓને ખભાને સમાંતર રાખો. જે બાદ કોણીને વાળીને 90 ડિગ્રીનો કોણ બનાવો. હથેળી પર દબાણ લાવીને શરીરને ઉપર ઉઠાવો. ધ્યાન રહે કે પગની આગળીઓ જમીનના ટચમાં રહે.

રિવર્સ ક્રન્ચેઝ

ક્રન્ચેઝ વેઈટ લોસ માટે સારી એક્સરસાઈઝ હોય છે. એવામાં રિવર્સ ક્રન્ચેઝ બેસ્ટ ઑપ્શન છે, જે મસલ્સને મજબૂત બનાવવાનું કામ કરે છે. જો તમે સિક્સ પેક્સ એબ્સ બનાવવા માંગતા હોય, તો આ એક્સરસાઈઝ જરૂર કરો.

ક્રોસ ક્રન્ચ

રિવર્સ ક્રન્ચેઝ ઉપરાંત તમે ક્રોસ ક્રન્ચેઝ એક્સરસાઈઝ પણ કરી શકો છો. જેનાથી પેટના મસલ્સ મજબૂત થાય છે.

સ્ક્વાટ્સ

ઘરમાં સ્ક્વાટ્સ કરવું સરળ છે. જો તમે વજન ઘટાડવા માંગતા હોવ, તો તમારા રૂટીનમાં સ્ક્વાટ્સને સામેલ કરો. આ એક્સરસાઈઝથી તમે ફિટ અને હેલ્ધી રહો છે. સ્ક્વાટ્સ માટે તમે પગની વચ્ચે થોડું અંતર રાખીને ઉભા રહો. હવે તમારા પગને ઢીંચણથી થોડા વાળો. એવું લાગવું જોઈએ કે, તમે ખુરશી પર બેઠા હોવ.

એસિડિટીથી છુટકારો મેળવવા માટે આ ઘરગથ્થું ઉપાયો અજમાવો