લસણને ઝડપથી કેવી રીતે ફોલવું? જાણી લો આ સરળ રીત


By Vanraj Dabhi25, Jan 2024 10:51 AMgujaratijagran.com

લસણ ફોલવાની રીત

લસણના ફોતરા ઉતારવા એ એક મુશ્કેલ કામ છે, પરંતુ જો તમે લસણને ફોલવાની રીતો જાણતા હોવ તો તમે તેને ઝડપથી ફોતરી ઉતારી શકો છો.ચાલો જાણીએ તેની સરળ ટિપ્સ અને ટ્રિક.

માઇક્રોવેવમાં ગરમ કરો

તમે લસણને ગરમ કરીને પણ તેની છાલ કાઢી શકો છો. લસણને 20 સેકન્ડ માટે માઇક્રોવેવમાં રાખો અને પછી તે સરળતાથી ફોતરી ઉતરી જશે.

તવા પર ગરમ કરો

જો તમારી પાસે માઇક્રોવેવ નથી તો તમે લસણને ગરમ તવા પર શેકીને તમે તેની છાલ સરળતાથી ઉતારી શકો છો.

ક્રશ કરો

લસણને ઝડપથી ફોલવા માટે તેને હળવા હાથે વાટી અને પછી તેને તમારા હાથથી ફોલી લો, આમ કરવાથી લસણ સરળતાથી નીકળી જશે.

પાણીમાં પલાળી રાખો

લસણને ઝડપથી ફોલવા માટે તેને અડધા કલાક ગરમ પાણીમાં પલાળી દો, તેનાથી લસણ પરની ફોતરી ઝડપથી નીકળી જશે.

છરી વડે ફોલો

છરીની મદદથી તમે તેની લસણની છાલ સરળતાથી કાઢી શકો છો.

બરણીમાં હલાવો

લસણને પોલવા માટે તેને ઢાંકણવાળા મોટી બરણીમાં નાખો અને હલાવો, તેનાથી લસણની છાલ સરળતાથી નીકળી જશે.

પથ્થરનો ઉપયોગ

આ સિવાય લસણની છાલ ઉતારવા માટે પથ્થરનો ઉપયોગ કરી શકાય છે. લસણને પથ્થર વડે થોડું ક્રશ કરો અને પછી તેને સરળતાથી ફોલી લો.

આ રીતે ગંધ દૂર કરો

જો લસણની છાલ ઉતાર્યા પછી તમારા હાથમાં દુર્ગંધ આવતી હોય તો તમારા હાથને એપલ સાઇડર વિનેગરથી ધોઈ લો અથવા નારિયેળનું તેલ લગાવો.

વાંચતા રહો

તમે પણ લસણની છાલ ઉતારવા માટે આ હેક્સ અજમાવી શકો છો, સ્ટોરી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઘરે કાચના બારી - દરવાજા સાફ કરવા માટે આ સરળ ટ્રિક અજમાવો