મેકઅપ વિના કહેર મચાવે છે આ સાઉથ એક્ટ્રેસ, તસવીરો જોઈ તમે કહેશો- 'નેચરલ બ્યૂટી'


By Sanket Parekh03, Apr 2023 04:17 PMgujaratijagran.com

સાઉથનો ક્રેઝ

આજકાલ બૉલિવૂડથી વધારે સાઉથનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે. સાઉથ એક્ટ્રેસ પોતાના ઉમદા અભિનય ઉપરાંત સુંદરતાને લઈને લોકોની પ્રથમ પસંદ બની રહી છે.

નો મેકઅપ લુક

સાઉથમાં એક એવી અભિનેત્રી છે, જે મોટાભાગે નો મેકઅપ લુકમાં જોવા મળે છે. આ એક્ટ્રેસની નેચરલ બ્યૂટી સૌ કોઈનું ધ્યાન ખેંચી રહી છે

ઉમદા અભિનેત્રી

આજે અમે વાત કરી રહ્યાં છીએ, સાઉથની ઉમદા અભિનેત્રી સાઈ પલ્લવીની. સાઈ ટૉલિવૂડની એવી એક્ટ્રેસ પૈકીની એક છે, જે નો મેકઅપ લુકમાં પણ કમાલ કરી શકે છે.

ડેબ્યૂ ફિલ્મ

સાંઈએ મલયાલમ ફિલ્મ પ્રેમમ સાથે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. એક્ટ્રેસ પોતાની ફિલ્મોમાં મેકઅપ લગાવવાનો સ્પષ્ટ ઈનકાર કરે છે

નો મેકઅપ લુક

તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના નો મેકઅપ લુકને લઈને ખુલાસો કરતા જણાવ્યું કે, તે ઈનસિક્યોર ફિલ કરતી હતી. દરેક ટીનેજરની જેમ મારે પણ અનેક ડાઉટ હતા.

ઈનસિક્યોરિટી

મારો અવાજ, હું જેવી દેખાવું છુ અને મારા ખીલ અને ચહેરા પર કાળા ડાઘ. હું જાણતી હતી કે, જ્યારે કોઈ ડિરેક્ટર તમને તમારી ફિલ્મમાં લે, તો તેને તમારાથી ઘણી આશા હોય છે

અનુભવ

જ્યારે મેં દર્શકોને મારા માટે તાળી પાડતા જોયા, ત્યારે હું વિચારી રહી હતી કે, આ લોકો સ્ક્રીન પર મને જોઈને જ તાળી પાડી રહ્યાં છે. આ ઘણો અલગ જ અનુભવ હતો.

લોકોનો ભરપુર પ્રેમ

પછી મને લાગ્યું કે, લોકો તમારા રુપ-રંગથી પણ આગળ વધીને તમને પ્રેમ કરી શકે છે. આ વાતે મને વધારે કૉન્ફિડેન્ટ બનાવી.

ફિલ્મોમાં મેકઅપ નહીં

હું પ્રેમમ ફિલ્મના ડિરેક્ટર અલફૉન્સેના કારણે જ ખુદને કૉન્ફિડેન્ટ સમજું છું. સાઈએ જણાવ્યું કે, તે ક્યારેય ફિલ્મોમાં મેકઅપના થપેડા નથી કરતી.

નેહા મલિકના આ હોટ ફોટોઝે જીત્યા ફેન્સના દિલ