ગુજરાતી ગાયકો જેઓ તેમના લાઈવ પર્ફોરમન્સ માટે દેશ વિદેશમાં જાણીતા છે


By Smith Taral17, Jul 2024 01:08 PMgujaratijagran.com

નવરાત્રિ આવવાના હવે કેટલાક મહિનાઓ બાકી રહ્યા છે, તેવામાં ગુજરાતીઓ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નવરાત્રિને વધું રોમાચંક અને ખાસ બનાવનારા કેટલાક ગાયકો છે જેમની આજે આપણે વાત કરીશું. આ ગાયકો ઈન્ટનેશનલ લેવલે તેમનાં લાઈવ પર્ફોર્મન્સથી પોતાની આગવી ઓળખ બનાવી ચુક્યા છે

ફાલ્ગુની પાઠક

ફાલ્ગુની પાઠકનું નામ ભારતમાં પ્રસિધ્ધ તો છે જ સાથે ઈન્ટરનેશલ લેવલ પર તેમનાં પરફોર્મન્સનાં ઘણા લોકો દિવાના છે. તેમને હમણા સુધી ઘણા ગુજરાતી હિટ ગીતો આપ્યા છે, તેમને શિકાગોમાં પર્ફોમ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું

કીર્તિદાન ગઢવી

કીર્તિદાનગઢવીનો દમદાર અવાજ અને એનર્જેટીક પ્રેસન્સ પરફોર્મન્સમાં બધાને બાંધીને રાખે તેવો છે. તેમને USA ધ્વારા નવરાત્રિના શુભ અવસર પર પરફોર્મન્સ માટે આંમત્રિત કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ ગાયિકીનો જાદુ ફેલાવ્યો હતો

જીગરદાન ગઢવી

જીગરદાન ગઢવી દમદાર અવાજ અને ગાયનથી લોકોને ગરબા ગાવા પર મજબૂર કરી દેતા હોય છે. જીગરદાન UAE, ઓસ્ટ્રેલિયા, UK અને USA જેવા દેશોમાં લાઈવ પરફોર્મન્સ આપીને ત્યાંના લોકોનો અપાર પ્રેમ મેળવ્યો છે.

ગીતાબેન રબારી

ગીતાબેન રબારીની ગાવાની યુનીક સ્ટાઈલ, કોસ્ચ્યુમ અને દમદાર સ્ટેજ પર્ફોમન્સના લીધે ઘણી લોક ચાહના મેળવી છે. તેમના ફેન્સ વિદેશમાં પણ છે, ગીતાબેન રબારીએ ઓસ્ટ્રેલિયા, UK અને USA જેવા દેશામાં પોતાની સંગીત પર લોકોન નચાવ્યા છે

કિંજલ દવે

કિંજલ દવેના ગાયિકીના દેશ વિદેશમાં ખૂબ ચાહકો છે, તેમના ગાયન પર ગરબે જૂમવા ગુજરાતીઓ હંમેશા તૈયાર રહે છે. કિંજલ દવે કેનેડાની ટૂરમાં ભાગ લઈને કેનેડામાં લાઈવ પર્ફોમન્સ આપ્યું હતું.

ગોવિંદાની આ બ્લોકબસ્ટર ફિલ્મો જોવાનું ચૂકશો નહીં