ખભાના દુખાવામાં મળશે રાહત, આ 4 એક્સરસાઈઝ કરી જુઓ


By Sanket M Parekh30, Nov 2023 03:52 PMgujaratijagran.com

ભુજંગાસન

આ આસન કરવા માટે સૌ પ્રથમ ફ્લોર પર મેટ પાથરીને પેટના ટેકે સૂઈ જાવ. જે બાદ હાથની મદદથી તમારા શરીરને ઉપર ઉઠાવીને પાછળ તરફ લઈ જાવ.

ખભાના દુખાવામાં રાહત

આ પોઝિશનમાં થોડીવાર સુધી રહેવાનું પ્રયાસ કરો. આ એક્સરસાઈઝ નિયમિત અભ્યાસ કરવાથી તમને ખભાના દુખાવામાં રાહત મળશે.

માર્જરી આસન

આ માટે સૌ પ્રથમ ફ્લોર પર મેટ પાથરીને ઢીંચણને જમીન પર ટેકવીને કેટ પોઝમાં બેસી જાવ. જે બાદ તમારા માથાને નીચેની તરફ નમાવો.

માર્જરી આસન કરવાના સ્ટેપ્સ

હવે તમારી પીઠને ઉપરની તરફ ઉઠાવ્યા બાદ માથાને પાછળની તરફ નમાવીને પીઠને અંદરની તરફ ખેંચો. આમ કરવાથી ખભા અને કમરના દુખાવામાં આરામ મળે છે.

ધનુરાસન

સૌ પ્રથમ જમીન પર મેટ પાથરીને પેટના જોરે સૂઈ જાવ. જે બાદ તમારા બન્ને પગને ભેગા કરીને ઢીંચણથી વાળો અને હાથને પાછળની તરફ લઈ જાવ.

ધનુરાસન કરવાના સ્ટેપ્સ

હવે તમારા બન્ને હાથથી પગને પકડવાનો પ્રયાસ કરો. આ પોઝિશનમાં થોડી વાર બેસી રહો. આમ કરવાથી ખભાના દુખાવામાં ઘણો આરામ મળે છે.

ઉત્તાન શીષાસન

આ માટે જમીન પર ઢીંચણ ટેકવીને બેસી જાવ. જે બાદ શરીરને ઉપર ઉઠાવો અને હાથને સામેની તરફ જમીન પર રાખો. આ દરમિયાન શરીરનો નીચેનો ભાગ ઉપરની તરફ ઉઠાવો.

પેટની ચરબી ઘટાડવા માટે લસણનું સેવન કેવી રીતે કરવું, ચાલો જાણીએ