જે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા હોય છે તે લોકો માટે શિયાળાની ઋતુ આફત સમાન બની જાય છે. આજકાલ ઘૂંટણની સમસ્યા યુવા વર્ગમા પણ જોવા મળી રહી છે.
આજના સમયમા સાંધાના દુખાવાની સમસ્યા સામાન્ય બનતી જોવા મળી રહી છે. તેવામા સવાલ એ છે કે આ સમસ્યાથી બચવા માટે શુ કરવુ જોઈએ?
શિયાળાની ઋતુમા તેલનો ઉપયોગ કરીને તમે સાંધાના દુખાવામાથી રાહત મેળવી શકો છે પરંતુ તેનાથી રોજ તેલની માલિસ કરવી પડે છે.
નીલગિરીનુ તેલના તેલનો ઉપયોગ અનેક બીમારીઓથી છૂટકારો મેળવવા માટે કરવામા આવે છે. તેના કેટલાક ટીપાં બદામ અથવા સરસોના તેલમા નાખીને સાંધાના ભાગ પર માલિસ કરવાથી દુખાવા માથી છૂટકારો મેળવી શકાય છે
હળદરનો ઉપયોગ ઓષધિ તરીકે કરવામા આવે છે. સાંધાના દુખાવામા રાહત મેળવવા માટે હળદર અને નાળિયેર તેલનુ મિશ્રણ કરી ઘૂંટણ પર લગાવી શકાય છે.
હાડકાઓને મજબૂત કરવા માટે તથા દુખાવાને ઓછો કરવા માટે સરસોના તેલનો ઉપયોગ કરી શકાય છે. સરસોના તેલમા એક બે લસણની કળી નાખીને માલિસ કરવાથી દુખાવાને ઓછો કરવામા મદદ મળે છે.
બદામ તેલમા વિટામિન ઈ હોય છે. હાડકાઓને મજબૂત કરવા માટે બદામ તેલનો ઉપયોગ કરી શકો છો. સાંધાનો દુખાવો ઓછો કરવા માટે તમે આ તેલનો ખાસ ઉપયોગ કરી શકો છો.