આપણી વિવિધતા અને સંસ્કૃતિ માટે ફેમસ ભારતના આ ફરવાલાયક સ્થળો પર દેશ-વિદેશથી લોકો આવે છે.
વર્ષ 2023માં ફરવાલાયક 52 સ્થળોની ન્યૂયોર્ક ટાઇમ્સે યાદી જાહેર કરે છે, તેમાં ભારતનું એક માત્ર કેરળ રાજ્યએ તેમાં જગ્યા બનાવી છે અને તેનું સ્થાન 13માં નંબરે છે.
પ્રકૃતિ અને સુંદરતા માટે જાણીતું કેરળનું મુન્નાર રાજ્ય ખૂબ મહત્ત્વનું અને ફેમસ ફરવાલાયક સ્થળ છે.
અહીં વાદળને સ્પર્શ કરતાં ઊંચા પહાડો તમને એક અલગ જ દુનિયામાં લઇ જશે. આ સ્થળ કપલ્સ માટે ખૂબ જ ફેવરિટ હનીમૂન ડેસ્ટિનેશન ગણવામાં આવે છે.
કોવલમ પર્યટન સ્થળ તેના સનસેટ અને આયુર્વેદિક બોડી મસાજ માટે દુનિયાભરમાં ખૂબ જ ફેમસ છે. અહીં સૂર્યાસ્ત જોવા માટે પર્યટકોની ભારે ભીડ ભેગી થાય છે.
વાયનાડ પોતાની સુંદરતા માટે દુનિયાભરમાં પ્રચલિત છે. ડાંગરના હરિયાળા ખેતરો દરેકનું મન મોહી લે તેવા હોય છે.
કુમારકોમમાં તમે દરિયા કિનારા અને કાંચની જેમ ચમકતાં ચોખ્ખા પાણીનો આનંદ લઇ શકો છો. સાથે સાથે રેસ્ટોરન્ટ અને સુંદર રોમેન્ટિક રિસોર્ટની તો પોતાની એક અલગ જ મજા છે.
કેરળના વાગામોનમાં રહેલાં જંગલો તેની સુંદરતામાં વધારો કરે છે. અહીં રહેલું મર્મલા ઝરણું કેરળની ખૂબસુરતીમાં ચાર-ચાંદ લગાવે છે.