મધ અને ઈલાયચીમાં અનેક પ્રકારના ગુણ રહેલા હોય છે, જે તમારા શરીર સાથે સંકળાયેલી અનેક સમસ્યામાં રાહત અપાવી શકે છે. એવામાં મધ સાથે ઈલાયચી ખાવી તમારા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ નીવડી શકે છે.
મધમાં ઈલાયચીના દાણા નાંખીને ખાવાથી ઈમ્યુનિટી મજબૂત બનાવવામાં મદદ મળે છે. એવામાં શરીરને સિઝનલ બીમારીઓમાં લડવાની તાકાત મળે છે.
મધ અને ઈલાયચીના કૉમ્બિનેશનનું સેવન કરવાથી પાચન મજબૂત બનાવવામાં મદદ મળે છે. આ સાથે જ તમને અપચા જેવી સમસ્યાથી પણ છૂટકારો મળી શકે છે.
જો તમારા મોંઢામાંથી દુર્ગંધ આવતી હોવાની સમસ્યા હોય, તો તમે મધની અંદર ઈલાયચી મિક્સ કરીને ખાઈ શકો છો. આમ કરવાથી મોંઢાની દુર્ગંધ દૂર કરવામાં મદદ મળે છે.
ઈલાયચી અને મધમાં રહેલા ગુણ હાર્ટને હેલ્ધી બનાવે છે. આ કૉમ્બિનેશનને તમારી ડાયટમાં સામેલ કરવાથી હાર્ટ સબંધિત અનેક સમસ્યાનો ખતરો ટાળી શકાય છે.
માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ સ્કિન માટે પણ મધ અને ઈલાયચી ફાયદેમંદ સાબિત થઈ શકે છે. જેનાથી સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ મળે છે.
આ માટે ઈલાયચીના થોડા દાણાંને વાટી નાંખો. હવે એક ચમચીમાં વાટેલી ઈલાયચી નાંખીને તેનું સેવન કરો. જે બાદ 10 મિનિટ પછી પાણી પીવું જોઈએ. આવું વહેલી સવારે કરવાથી ફાયદેમંદ નીવડી શકે છે.