દરેક વ્યક્તિને કેક પસંદ હોય છે પરંતુ ઘણી વખત આપણે ઈંડાના કારણે કેક ખાતા નથી. પરંતુ તમે ઘરે ઈંડા વગરની સ્પોન્જી અને સોફ્ટ કેક બનાવી શકો છો. આવો જાણીએ તેને બનાવવાની રીત વિશે.
કોકો પાવડર - 1/3 કપ, ગરમ પાણી - 1/3 કપ, વેજીટેબલ ઓઈલ - 1/3 કપ, દહીં - 1/2 કપ, બેકિંગ પાવડર - 1/2 કપ, બેકિંગ સોડા - 1/4, મેંદાનો લોટ - 3/4, કેસ્ટર ખાંડ - 3/4, કોફી પાવડર - 1 ચમચી.
સૌથી પહેલા કેક બનાવવા માટે એક બાઉલમાં પાણી ગરમ કરો. તેમાં કોકો પાઉડર અને કોફી પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
આ તૈયાર કરેલી પેસ્ટને ચમચીની મદદથી હલાવી લો. હવે તેમાં ખાંડ, દહીં અને વેજીટેબલ ઓઈલ નાખીને થોડી વાર માટે હલાવો.
હવે આ બેટરમાં બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને મેંદાનો લોટ મિક્સ કરો. તેને ફરી એકવાર હલાવો.
કેકના ટીનમાં કેકનું બેટર નાખો. તેની અંદરના પરપોટા દૂર કરવા માટે ટેપ કરો.
હવે આ બેટરને 6 મિનિટ માટે માઇક્રોવેવમાં રાખો. આ રીતે તમે ઇંડા વગરની સ્વાદિષ્ટ કેક તૈયાર કરી શકો છો.
કેકને માઈક્રોવેવમાંથી બહાર કાઢો અને તેના પર ચોકલેટ લગાવો અને તમારી પસંદગી પ્રમાણે તેને ડેકોરેટ કરો.
આ રીતે તમે ઈંડા વગરની કેક ઘરે પણ બનાવી શકો છો, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.