બટાકા એક એવું શાક છે, જે કોઈ પણ શાક સાથે ભળી જાય છે અને તેનું સ્વાદિષ્ટ શાક બની શકે છે. આજ કારણોસર લોકોની ડાયટમાં બટાકા તો અચૂક મળી જશે. જો કે વધુ પડતા બટાકા ખાવાથી શરીરને નુકસાન પણ થઈ શકે છે.
મર્યાદિત પ્રમાણમાં બટાકા ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. જો કે વધુ પડતા બટાકા ખાવાથી વ્યક્તિને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો તેના વિશે જાણીએ...
વધુ પડતા બટાકાનું સેવન કરવાથી મોટાપાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. હકીકતમાં બટાકામાં રહેલ કાર્બોહાઈડ્રેટ શરીરનું વજન વધારે છે.
જો કોઈ વધુ પડતા બટાકાનું સેવન કરે છે, તો તેને કિડની સાથે સંકળાયેલી સમસ્યા થઈ શકે છે, કારણ કે તેમાં હાઈપોટેશિયમ હોય છે.
બટાકાની તાસીર ગરમ હોય છે. જેથી તેનું વધુ પડતું સેવન કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી પાચન સબંધિત સમસ્યા વકરી શકે છે.
જો તમને સંધિવાની બીમારી હોય, તો તમારે બટાકાનું વધુ પડતું સેવન કરવાનું ટાળવું જોઈએ. હકીકતમાં બટાકામાં રહેલ કાર્બોહાઈડ્રેટ સાંધાના દુખાવાને વધારી શકે છે.