એવોકાડો એક સુપરફૂડ છે. જેને ખાવાથી સ્વાસ્થ્યને સ્વાસ્થ્યને જાદુઈ ફાયદા થઈ શકે છે . જો કે વધુ પડતું એવોકાડોનું સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
દરરોજ વધુ પડતો એવોકાડો ખાવાથી શરીરને ગંભીર નુકસાન થઈ શકે છે. એવોકાડનું વધુ પડતું સેવન સ્વસ્થ્ય વ્યક્તિની તબિયત બગાડી શકે છે.
એવોકાડોમાં ફાઈબર, પોટેશિયમ, કેલ્શિયમ, આયરન, મેંગેનીઝ, ફાસ્ફોરસ, કૉપર અને જીંક જેવા અનેક પોષક તત્વો મળી આવે છે.
જો તમે શરીરનું વજન વધારવા ના માંગતા હોવ, તો તમારે એવોકાડોથી દૂર જ રહેવું જોઈએ. એવોકાડો વધુ પડતું ખાવાથી વજન ઝડપથી વધવા લાગે છે.
વધારે પ્રમાણમાં એવોકાડો ખાવાથી પેટમાં ગેસ બનવા લાગે છે, કારણ કે તેમાં હાઈ ફાઈબર મળી આવે છે. આ સાથે જ પાચન સબંધિત સમસ્યા પણ વકરી શકે છે.
જે લોકોને માઈગ્રેનની સમસ્યા હોય, તો તેમણે એવોકાડો ખાવાથી બચવું જોઈએ, કારણ કે એવોકાડો ખાવાથી માઈગ્રેન ટ્રિગર થઈ શકે છે.
કેટલાક લોકોને એવોકાડો ખાવાથી એલર્જી થઈ શકે છે. જેના કારણે ખણ આવવી, શરીરમાં સોજા આવવા તેમજ લાલ ચકામા પડી જવા જેવી સમસ્યા જોવા મળે છે.