રોજ કાચી ડુંગળી ખાવાથી મળે છે જબરદસ્ત ફાયદા
By Hariom Sharma
2023-05-06, 20:03 IST
gujaratijagran.com
હૃદય સ્વાસ્થ્યમાં સુધારો
ડુંગળીમાં એવા ગુણ રહેલા હોય છે જે સોજા, બ્લડ પ્રેશરને ઘટાડે છે અને લોહીના ગઠ્ઠાને રોકીને હૃદય સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.
ઇમ્યૂનિટીમાં વધારો
ડુંગળીમાં વિટામિન સી અને એન્ટિઓક્સિડેન્ટ ઊંચી માત્રામાં હોય છે, જે ઇમ્યૂનિટીને વધારે છે અને બીમારીથી બચવામાં મદદ કરે છે.
કેન્સરને રોકે છે
કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડુંગળીમાં કેન્સરને રોકવાના ગુણ રહેલા છે, જે પેટ અને કોલોરેક્ટલ કેન્સરને રોકવામાં મદદ કરે છે.
સ્વસ્થ પાચન
ડુંગળીમાં ફાયબર અને પ્રીવાયોટિક્સ હોય છે જે સ્વસ્થ પાચન અને આંતરડાના બેક્ટેરિયાનો વધારો કરવામાં મદદ કરે છે.
હાડકા મજબૂત
ડુંગળીમાં એવા ગુણ રહેલા હોય છે જે હાડકાના ઘનત્વમાં સુધારો કરે છે અને ઓસ્ટિયોપોરોસિસના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.
ત્વચા અને વાળ માટે
ડુંગળીમાં ઉંચી માત્રામાં વિટામિન સી અને એન્ટિઓક્સિડેન્ટ હોય છે જે સ્વાસ્થ ત્વચા અને વાળને વધારવામાં મદદ કરે છે.
આંખો માટે ગુણકારી
ટુંગળીમાં એન્ટિઓક્સિડેન્ટ અને સલ્ફર ગુણ હોય છે જે આંખોને નુકસાનથી બચાવે છે અને દ્રષ્ટિમાં સુધારો કરે છે.
વજન ઘટાડે
ડુંગળીમાં કેલેરી ઓછી અને ફાયબર વધુ હોય છે, જે વજન ઘટાડવામાં ખૂબ જ મદદ કરે છે.
પેટના સ્ટ્રેચ માર્ક દૂર કરવાના ઉપાય
Explore More