જંક ફૂડ ખાવું નુકસાનકારક છે. જેને લીધે બાળકોનો વિકાસ થતો નથી. માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે.
જંગફૂડ ખાબાથી બાળકો નાની ઉંમરમાં વધુ ચરબીનો શિકાર થાય છે.
બાળકો વધુ જંકફૂડ ખાય તો તેમના શરીરમાં પોષકતત્ત્વો બનતા નથી. જેને લીધે તેમના શરીરમાં એનર્જી ડાઉન થાય છે અને બાળકો અશક્તિ અનુભવે છે.
વધુ જંકફૂડ ખાવાથી બાળકોને નાની ઉંમરે ડાયાબિટીસ થવાનો ખતરો રહે છે.
બાળકોના વિકાસ માટે શરીરમાં પોષકત્ત્વોની જરૂર હોય છે. જંક ફૂડ ખાવાથી પોષકતત્ત્વોમાં ઉણપ આવી શકે છે.
જંકફૂડમાં ફેટ અને કેલેરી વધુ હોય છે. જેને લીધે બાળકોને હાર્ટની બીમારી થઈ શકે છે.
જંક ફૂડ ખાવાને લીધે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે. તે ખાવાથી બ્રેઇન ફંક્શન્સમાં મુશ્કેલી આવી શકે છે.