Cardamom Benefits: દરરોજ 2 એલચી ખાવાથી થશે આ ફાયદા


By Bhavesh Chaudhary29, Jul 2024 06:47 PMgujaratijagran.com

એલચી

એલચીનું સેવન કરવાથી શરીરમાં ઘણા ફાયદા થાય છે. તો ચાલો જાણીએ એલચી ખાવાના ફાયદા?

પોષકતત્વો

એલચીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ અને વિટામીન B6 જેવા પોષકતત્વો મળી આવે છે.

2 એલચી ખાવી

એક મહિના સુધી 2 એલચીનું સેવન કરવાથી શરીર સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે.

શ્વાસની દુર્ગંધ દૂર કરો

દરરોજ સવારે 2 એલચી ખાવાથી મોં માં બેક્ટેરિયા મરી જાય છે જેથી શ્વાસની દુર્ગંધ આવતી નથી.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે

એલચીમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઓછું કરે છે.

પાચન શક્તિમાં વધારો કરે

દરરોજ બે એલચી ખાવાથી ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ પણ દૂર થવા લાગે છે.

આંખો માટે ફાયદાકારક

એલચીમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવતું હોવાથી આંખોની રોશની જળવાઈ રહે છે અને મોતિયા જેવી સમસ્યા થતી નથી.

અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક

એલચી શરીર માટે ગરમ હોવાથી અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ ખાવાથી ફેફસામાં લોહીનો પ્રવાહ જળવાઈ રહે છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

PCOD Diet: PCODથી પીડિત મહિલાઓએ ભૂલથી આ વસ્તુઓ ન ખાવી જોઈએ