Weight Gain: વજન વધારવા માટે પ્રોટીનથી ભરપૂર આ ખોરાકનું સેવન કરો


By Smith Taral04, Sep 2024 05:52 PMgujaratijagran.com

વજન વધારવા માટે યોગ્ય ડાયેટ ખૂબ જ જરૂરી છે. જો તમે વજન વધારવા માટે ડાયેટ કરી રહ્યા હોવ તો આ ડાયટમાં આ 5 વસ્તુઓનો સમાવેશ કરો તમને 1 મહિનામાં વજન વધારવામાં મદદ મળશે

ઇંડા

ઇંડા પ્રોટીનથી ભરપૂર હોય છે, જે સ્નાયુઓના વિકાસમાં મદદ કરે છે. દિવસમાં 1-2 ઇંડા ખાવાથી શરીરને પૂરતી માત્રામાં પ્રોટીન મળી રહે છે.

દૂધ

દૂધમાં પ્રોટીન અને વિટામિન્સ હોય છે, જે શરીરના પોષણ માટે જરૂરી છે. દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી પ્રોટીનની ઉણપ દૂર થાય છે અને વજન વધારવામાં મદદ મળે છે.

સોયાબીન

સોયાબીન પ્રોટીનનો સારો સ્ત્રોત છે, જે પાતળા લોકો માટે ખાસ ઉપયોગી છે. દિવસમાં 1-2 કપ સોયાબીનનું સેવન તમારું વજન વધારવામાં મદદ કરશે.

દાળ

દાળમાં પ્રોટીન અને ફાઇબર્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. વિવિધ પ્રકારની દાળ ખાવાથી વજન વધારવામાં મદદ મળે છે, અને તે તમારા શરીરને વધુ પોષણ આપે છે.

ચીઝ

ચીઝ અને પનીરનો તમારા ડાયેટમાં સમાવેશ કરો આનાથી તમે પ્રોટીન અને કેલરીઝ વધારી શકો છો. દિવસમાં 1-2 ટુકડા ચીઝ અથવા પનીર ખાવાથી વજન વધારવામાં મદદ મળે છે.

શું તમને ક્લિયર વિઝન નથી દેખાતું? આ છે કારણો