Health Benefits: વિટામિન B12 વધારવા માટે આ વસ્તુ સાથે ખજૂર ખાઓ


By Vanraj Dabhi11, Jan 2025 04:50 PMgujaratijagran.com

વિટામિન બી 12

વિટામિન B12 તમારા મગજ અને DNA માટે જરૂરી છે. આ સિવાય આ વિટામિન શરીરમાં લાલ રક્તકણો બનાવવામાં પણ મદદ કરે છે.

B12ની ઉણપ

શરીરમાં B12ની ઉણપના કારણે માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે અને એનિમિયા થઈ શકે છે.

આ લક્ષણો દેખાય છે

B12ની ઉણપને કારણે ચાલવામાં અને બોલવામાં મુશ્કેલી, સ્નાયુઓમાં નબળાઇ, કળતર, મૂંઝવણ વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.

ખજૂર પોષક તત્વો

વિટામિન C, A, B3, B1, B2, B9, B5, B6, સેલેનિયમ, આયર્ન, લ્યુટીન, ઝેક્સાન્થિન, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે જેવા પોષક તત્વો હોય છે.

શિયાળામાં સેવન

ખજૂરની તાસીર ગરમ હોય છે તેથી તે શિયાળામાં ખાવામાં આવે તો ઘણા ફાયદા મળે છે

ઈન્સ્ટન્ટ એનર્જી

ખજૂરનું સેવન કરવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે સાથે સાથે પાચનમાં પણ મદદ મળે છે, ઠંડીથી રક્ષણ મળે છે અને હાડકાં અને સ્નાયુઓને પણ ફાયદો થાય છે.

આ રીતે ખજૂર ખાઓ

રોજ સવારે નાસ્તામાં ગરમ દૂધમાં ચાર ખજૂર ઓગાળીને ખાઈ શકો છો.આનાથી બી કોમ્પ્લેક્સના અન્ય વિટામીનની સાથે વિટામીન B12 પણ વધશે.

મિલ્ક-ડેટ્સ કોમ્બિનેશન

દૂધ અને ખજૂરનું મિશ્રણ બી કોમ્પ્લેક્સ વિટામિન્સની ઉણપને પૂર્ણ કરે છે અને ઘણા પોષક તત્વોથી ભરપૂર છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Green Tea Side Effects: વધુ પડતી ગ્રીન ટી પણ હાનિકારક, સ્વાસ્થ્યને થઈ શકે છે ગંભીર નુકસાન