મહાશિવરાત્રી પર આ રીતે બનાવો શિવલિંગની રંગોળી


By Vanraj Dabhi04, Mar 2024 01:05 PMgujaratijagran.com

મહાશિવરાત્રી 2024

8મી માર્ચે દેશભરમાં મહાશિવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. આ ખાસ દિવસ ભગવાન શિવને સમર્પિત છે.તેથી લોકો ભોલેનાથને પ્રસન્ન કરવા માટે વિવિધ કાર્યો કરે છે.

ઉજવણી

મહાશિવરાત્રી પર શિવલિંગનું વિશેષ મહત્વ છે તેથી ઘણા લોકો ઘરે શિવલિંગની રંગોળી કરે છે,આખો દિવસ ઉપવાસ કરે છે, મંદિરમાં ખુલ્લા પગે ચાલીને જાય છે,ભોલેનાથને બિલીપત્ર અને મનપસંદ પ્રસાદ ચઢાવે છે.

ચોખા વડે શિવલિંગની રંગોળી

સફેદ રંગના શિવલિંગનું વિશેષ મહત્વ છે. તેને ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. તેથી, તમે ઘરે જ મહાશિવરાત્રી માટે મંદિરની સામે સફેદ રંગની રંગોળી ડિઝાઇન કરી શકો છો.

ફૂલો વડે શિવલિંગની રંગોળી

મહાશિવરાત્રીના દિવસે વધારે સમય ન હોય અને તમને રંગોળી બનાવતા આવડતું ન હોય તો તમે ફૂલોથી શિવલિંગની રંગોળી બનાવી શકો છો.

થાળીમાં શિવલિંગની રંગોળી

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તમે તાંબાની થાળીમાં મોતી વડે શિવલિંગની ડિઝાઈન બનાવીને ભોલેનાથ સમક્ષ રાખી શકો છો.

બિલીપત્ર વડે રંગોળી

શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવું શુભ માનવામાં આવે છે.તેથી તમે ઘરમાં આ પ્રકારની રંગોળી કરી શકો છો. તમે બિલીપત્રની અંદર વિવિધ વસ્તુઓની ડિઝાઇન બનાવી શકો છો,જે ભગવાન શિવને પ્રિય છે.

સૌથી સરળ રીતે શિવલિંગ બનાવો

તમે સ્કેલ અને ઢાંકણની મદદથી સરળતાથી શિવલિંગની આ ડિઝાઇન બનાવી શકો છો.ધ્યાનમાં રાખો કે તમે રંગ ભરવા માટે બોટલનો ઉપયોગ કરો છો.

ચંદ્રમાં શિવલિંગ બનાવો

ભગવાન શિવના માથા પર ચંદ્ર ધારણ કર્યો છે.તેથી શિવલિંગની સાથે ચંદ્રની રંગોળી ડિઝાઇન કરવી પણ ખૂબ જ શુભ છે.આ રંગોળી તમે બંગડીઓને બદલે ફૂલો વડે પણ બનાવી શકો છો.

વાંચતા રહો

રંગોળીની ડિઝાઇન ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પરફેક્ટ માપ સાથે ફ્રુટ સલાડ બનાવવાની રીત