Masala Puri: મસાલા પુરી બનાવવાની યુનિક રેસીપી


By Vanraj Dabhi10, Sep 2024 01:05 PMgujaratijagran.com

મસાલા પુરી

સાંજે નાસ્તામાં ચા સાથે મસાલા પુરી ખાવાનું મન થાય તો તમે મસાલા પુરી ઘરે પરફેક્ટ રીતે બનાવી શકો છો,નોંધી લો આ સરળ રેસીપી.

સામગ્રી

કાચા કેળા,ઘઉંનો લોટ,રવો,તલ,કસુરી મેથી,લાલ મરચું પાઉડર,ગરમ મસાલો,ચાટ મસાલો,ધાણાજીરું,મીઠું,હળદર,મરચા-આદુની પેસ્ટ,અજમો,પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં કેળાનું છીણ,ઘઉંનો લોટ,રવો,હળદર પાવડર,લાલ મરચું પાવડર,ધાણા જીરું પાવડર,પાવભાજી મસાલો ઉમેરો.

સ્ટેપ-2

હવે તેમાં જીરું,અજમો,કસુરી મેથી,ધાણાજીરું,લીલા મરચા-આદુની પેસ્ટ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ-3

હવે તેમાં થોડું પાણી ઉમેરો અને લોટ બાંધો અને તેને ઢાંકીને 10 મિનિટ સેટ થવા દો.

સ્ટેપ-4

હવે તેમાંથી નાના લૂઆ બનાવીને પાટલા પર વેલણની મદદથી ગોળ વણી લો.

સ્ટેપ-5

હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને પુરીઓ તળીને એક બાઉલમાં કાઢી લો.

સર્વ કરો

તૈયાર છે મસાલા પુરી તમે સાંજે ચા સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Rajgira Sheera: ફરાળી રાજગરાનો શીરો બનાવવાની રેસીપી