ન્યુ યરમાં સરસ યુનિક પરાઠા ગેસ્ટ માટે નાસ્તામાં બનાવી શકો છો, અહીં ફ્લાવર પરાઠા રેસીપી જણાવી છે, તમે આ પરાઠા ખુબજ ઓછી મહેનતે સાથે બનાવી શકો છો.
1 ફ્લાવર, 1 ચમચી અજમો, 2 લીલા મરચાં, મુઠ્ઠીભર કોથમીર, મીઠું સ્વાદ મુજબ, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 કપ ઘઉંનો લોટ, 2 ચમચી તેલ, ઘી - જરૂર મુજબ
લોટમાં મીઠું, તેલ અને પાણી ઉમેરી નરમ રોટલી જેવો લોટ બાંધી લો અને ઢાંકીને મૂકો.
કડાઈમાં તેલ ગરમ કરો, તેમાં જીરું, અજમો નાખો. છીણેલું ફ્લાવર અને મીઠું ઉમેરી સાંતળો. તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું, આદુ-મરચાની પેસ્ટ, ગરમ મસાલો, લીંબુનો રસ, કોથમીર ઉમેરી મિક્સ કરો. પુરણ થોડું સૂકું થાય ત્યાં સુધી પકાવો અને ઠંડુ થવા દો.
લોટના 6-8 સરખા ભાગ કરી લૂઆ બનાવો.
એક લૂઆને સૂકા લોટમાં રગદોળીને નાની પૂરી જેવું વણો. વચ્ચે પુરણ મૂકી કિનારીઓ ભેગી કરી બંધ કરો. તેને હળવેથી દબાવી, સૂકા લોટમાં રગદોળીને ધીમે ધીમે મોટી રોટલી જેવું વણો.
ગરમ તવા પર તેલ/ઘી લગાવી પરાઠાને બંને બાજુથી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો.
માખણ લગાવી ગરમાગરમ અથાણું અને ચા સાથે આનંદ માણો.