આજે અમે બાળકોના લંચ બૉક્સ માટે કેટલાક હેલ્ધી અને ટેસ્ટી સ્નેક્સ લઈને આવ્યા છીએ. જેને મમ્મીઓ સવારના સમયે ફટાફટ તૈયાર કરી શકે છે.
સોજી અને બેસનથી તૈયાર થનાર વેજિટેબલ પુડલા બાળકો માટે ટેસ્ટી અને હેલ્ધી સ્નેક્સ છે. જેને તમે સરળતાથી રેડી કરી શકો છો.
ગ્રીન સેન્ડવીચ પણ બાળકો માટે હેલ્ધી સ્નેક્સ છે, જેને તમે ટિફિનમાં નાસ્તા તરીકે આપી શકો છો.
સ્પ્રાઉટ્સ ચાટ સવારના સમયે ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. જે બાળકો માટે ખૂબ જ હેલ્ધી બ્રેકફાસ્ટ પૈકીનો એક છે.
જો તમારું બાળક શાક ખાવામાં આનાકાની કરતું હોય, તો તે માટે રોટી રેપ સૌથી ટેસ્ટી અને હેલ્ધી સ્નેક્સ છે. જેને તમે વહેલી સવારે ફટાફટ બનાવીને આપી શકો છો.
ફ્રાય ઈડલી વીથ ટૉમેટો સૉસ પણ લંચ બૉક્સ માટે ઉત્તમ નાસ્તો છે. જે ઘરે જ બનાવવામાં આવેલા ટૉમેટો સૉસ સાથે ટેસ્ટી લાગે છે.
સવારના બ્રેકફાસ્ટ માટે ઑટ્સ પણ એક ઉત્તમ નાસ્તો છે. જેમાં તમે ફ્રૂટ્સ સ્લાઈસ નાંખીને તેને વધારે સ્વાદિષ્ટ બનાવી શકો છો.