સાથળની ચરબી ઘટાડવા માટે આ કસરત કરો


By Vanraj Dabhi27, Oct 2023 04:57 PMgujaratijagran.com

આ કસરતો સાથળની ચરબી ઓછી કરે છે

સાથળની ચરબી ઘણીવાર તમને ટૂંકા વસ્ત્રો પહેરવામાં મુશ્કેલી પેદા કરે છે. આનાથી છુટકારો મેળવવા માટે ડાયટિંગ સિવાય તમે ઘણા ઘરેલું ઉપાયો અજમાવો છો. આ સાથે તમારે થોડી કસરત પણ કરવી જોઈએ.

પગથિયાં ચઢવા

ઘણીવાર લોકો એક માળેથી બીજા માળે જવા માટે સીડીને બદલે લિફ્ટનો ઉપયોગ કરે છે. પરંતુ તમારે સીડીના પગથીયા ચઢીને જવું જોઈએ. આમ કરવાથી સાથળ પર જમા થયેલી ચરબી ઘટી શકે છે.

જોગિંગ કરો

દરરોજ સવારે કે સાંજે થોડો સમય કાઢીને જોગિંગ કરો, જેનાથી સાથળની ચરબી ઘટાડે છે અને શરીરમાં રક્ત પરિભ્રમણને પણ સુધારે છે.

સ્ક્વોટ્સ

આ કસરત સાથળ તેમજ હિપ્સને ટોન કરવામાં મદદ કરે છે. દરરોજ સ્ક્વોટ્સ કરવાથી શરીર લચીલું બનવાની સાથે શરીરને એક્ટિવ રાખવામાં પણ મદદ કરે છે.

દોડવું

દોડવાથી તમારું શરીર ફિટ અને સ્વસ્થ રહે છે. આ સાથળની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત શરીરમાં રક્ત પરિભ્રમણ પણ સારી રીતે થાય છે.

જમ્પિંગ જેક્સ

પગ માટે આ એક ઉત્તમ કસરત છે, જમ્પિંગ જેક પણ એક પ્રકારનું ફુલ બોડી વર્કઆઉટ છે. તે હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે.

વાંચતા રહો

સાથળની ચરબી ઘટાડવા માટે આ બધી કસરતો કરો, ફિટનેસ સંબંધિત માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઓછા ખર્ચે બાથરૂમની ગંદી ટાઇલ્સને સાફ કરવી હોય, તો આ ઘરેલું ટિપ્સ અને ટ્રિક્સ અજમાવો