જો તમે પેટની ચરબી ઘટાડવાનો સહેલો રસ્તો શોધી રહ્યા છો, તો દરરોજ કસરત કરવાનું શરૂ કરો, આ સાથે ખાવા પર પણ નિયંત્રણ રાખો. આ સ્ટોરીમાં આપણે જોઇશું કેટલીક સરળ કાર્ડિયો એક્સરસાઇઝ જેને તમે રૂટીન માં કરશો તો તમારુ લટકતું પેટ જરુરથી ઓછુ થઈ જશે.
આ કસરત કરવા તમે પીઠ ના બળે સૂઈ જવાનું છે, અને પગને ઉપર નીચે કરવાનું છે. આ કસરતનો તમારા કાર્ડિયો રૂટિનમાં સમાવેશ કરો.
આ કસરત સરળતાથી બેસીને કે ઉભા રહીને કરી શકાય છે. આમાં, હાથને ઘડિયાળની દિશામાં અને એન્ટિક્લોકવાઇઝ બંને દિશામાં ફેરવો.
આ સૌથી સરળ કાર્ડિયો એક્સરસાઇઝ છે, આ માટે તમારે એક સમયે બે સીડીઓ ચઢવાની રહે છે. આ કસરતને તમારી ક્ષમતા પ્રમાણે જ કરવી જોઈએ.
વજન ઘટાડવા અને પેટની ચરબી માટે ઉઠક બેઠક સરળ અને ઉત્તમ એક્સરસાઇઝ છે. આમ કરવાથી તમારી કરોડરજ્જુ પણ મજબૂત થાય છે.
સાયકલિંગ વજન ઘટાડવામાં બેસ્ટ એક્સરસાઇઝ છે, આનાથી તમે બહારની શુદ્ધ હવા પણ લઈ શકો છો અને કસરત પણ કરી શકો છો. જો તમ સવારે સાયકલિંગ કરો છો તો એ વધુ ફાયદાકરક રહે છે.
હેલ્થ સંબધિત આવા વધુ સમાચાર માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ