ચીકણા વાસણો સાફ કરવામાં હવે કલાકો નહીં લાગે, આ સરળ ટિપ્સ જાણીલો


By Smith Taral19, Mar 2024 01:38 PMgujaratijagran.com

ચીકણા વાસણો સાફ કરવામાં સમય લાગે છે અને તેમાં પાણીનો પણ ઘણો વેડફાટ થાય છે, જો તમે પણ આનાથી પરેશાન હોવ તો અહીં આપેલી ટિપ્સ ફોલો કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

ગરમ પાણી

ચીકણા વાસણોને મીઠાવાળા ગરમ પાણીમાં પલાળી દો અને તેને એક કે બે કલાક માટે રાખી મુકી દો. થોડી વાર પછી ગ્રીસને સાફ કરવા માટે સ્ક્રબરનો ઉપયોગ કરી લો.

ચોખાનું પાણી

ચોખાનું પાણી તેલના ડાઘ દૂર કરવા માટે સૌથી બેસ્ટ છે. ચીકણા વાસણોને ચોખાના પાણીમાં 30 મિનિટ સુધી પલાળી રાખો પછી સ્ક્રબરથી સાફ કરી લો.

વનસ્પતિ તેલ

લીંબુનો રસ, મીઠું અને ખાંડ સાથે વનસ્પતિ તેલ મિક્સ કરી તેનાથી વાસણને સાફ કરવાથી વાસણ સારી રીતે સાફ થઈ જાય છે

કુદરતી બ્લીચ

લીંબુ એક કુદરતી બ્લીચનુ કામ કરે છે, જે ચીકણા વાસણોને રીતે સાફ કરવાની ક્ષમતા ધરાવે છે.

વિનેગર, બેકિંગ સોડા

ગરમ પાણીમાં વિનેગર, બેકિંગ સોડા અને સાબુ મિક્સ કરી તેમાં વાસણોને પલાળી દો. નારિયેળના રેસાથી સારી રીતે ઘસીને સાફ કરી લો

રોજ કાળી દ્રાક્ષ ખાવાના 7 ફાયદા