તસવીરોમાં જુઓ મ્યાનમાર અને બેંકોકમાં ભૂકંપે મચાવેલી તબાહી


By Kajal Chauhan28, Mar 2025 04:55 PMgujaratijagran.com

મ્યાનમાર અને બેંકોકમાં ભૂકંપ

આજે મ્યાનમાર અને બેંકોકમાં ભૂકંપે તબાહી મચાવી હતી. બે તેજ ભૂકંપના ઝટકામાં અનેક મોટી ઈમારતો ધરાશાયી થઈ ગયા હતા.

ભૂકંપનું કેન્દ્રબિંદુ

આજે મ્યાનમાર અને બેંકોકમાં 7.7 તીવ્રતા અને 6.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ શહેરથી 16 કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમ સાગાઈંગ પાસે સ્થિત હતું.

લોકો રસ્તા પર દોડી આવ્યા

બેંકોકમાં ભૂંકપની તીવ્રતા એટલી વધારે હતી કે લોકો ડરી ગયા હતા. લોકો ઊંચી બિલ્ડિંગ અને ઈમારતોમાંથી બહાર આવી ગયા હતા.

ભૂકંપની વધારે નુકસાનની આશંકા

નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે ભૂકંપની વધારે નુકસાનની આશંકા છે. કારણ કે જે જગ્યાએ ભૂકંપનું કેન્દ્ર છે તે ફોલ્ટ લાઈન છે.

અનેક ઇમારતો જમીનદોસ્ત

ભૂકંપના કારણે મ્યાનમારના મંડાલય શહેરમાં ઇરાવદી નદી પર આવેલો પ્રખ્યાત અવા પુલ ધરાશાયી થઈ ગયો. અનેક ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ અને રસ્તાઓ પર મોટી તિરાડો પડી.

અસરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્કયુ

ભૂકંપ બાદ અનેક વિસ્તારોમાં તબાહી જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં રેસ્કયુ દ્વારા લોકોને બચાવવાની કામગીરી શરૂ છે.

ઈમરજન્સી નંબર જાહેર

થાઈલેન્ડમાં ભારતીય દુતાવાસ દ્વારા ભારતીય નાગિરકો માટે ઈમરજન્સી નંબર જાહેર કરાયો છે. ભારતીય દુતાવાસ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

Premanand Maharaj Pravachan: ભક્તિ અને ઉપવાસથી ભવિષ્ય કેવી રીતે બદલવું? જાણો પ્રેમાનંદ મહારાજે શું કહ્યું